બહારથી કુરકુરા અને અંદરથી નરમ લીલા વટાણાના ભજીયા બને પણ છે સ્વાદીષ્ટ!
સામગ્રીઃ
- ચોખા 2 કપ
- લીલા વટાણા 2 કપ
- આદુ 2 ઈંચ
- કાંદા 2
- પૌઆ ½ કપ
- લસણ 6-7 કળી
- લીલા મરચાં 4-5
- ગરમ મસાલો ½ ટી.સ્પૂન
- સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
- તેલ
રીતઃ ચોખાને ધોઈને 4 કલાક પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સીમાં વાટીને એક બાઉલમાં કાઢી લો. એ જ મિક્સીમાં વટાણાને અધકચરા પીસી લો. વટાણાને પણ ચોખાના પેસ્ટવાળા બાઉલમાં કાઢી લો. હવે તેમાં આદુ તથા લસણને ઝીણું સમારીને ઉમેરો. મરચાં પણ સમારીને મેળવી દો. સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો, સમારેલી કોથમીર ઉમેરો. કાંદાની લાંબી પાતળી ચીરી કરીને મેળવો. પૌઆને ધોઈને 10 મિનિટ પલાળી રાખો. ત્યારબાદ તેમાંનું પાણી નિતારીને ઉમેરી દો. આ ભજીયાનું મિશ્રણ હાથમાં લઈ ગોળો વાળી શકાય તેવું જાડું હોવું જોઈએ.
ત્યારબાદ કઢાઈમાં તેલ ગરમ કરી લો. ભજીયાના મધ્યમ સાઈઝના ગોળા વાળીને ગરમ તેલમાં હળવે હળવે મૂકતાં જાવ. ગેસની મધ્યમ આંચ કરીને ભજીયા તળી લો.
