ગાજર એન્ટી-ઓક્સિડન્ટ તેમજ વિટામીન ‘એ’ અને ‘સી’ નો સ્ત્રોત છે. ગાજરનો મુરબ્બો રોટલી તેમજ બ્રેડ સાથે પણ સારો લાગે છે! ગાજરનો હલવો તમે ઘણીવાર બનાવ્યો હશે! તો હવે બનાવી લો ગાજરનો મુરબ્બો!
સામગ્રીઃ
- ગાજર 500 ગ્રામ
- સાકર 200 ગ્રામ
- એલચી પાવડર 1 ટી.સ્પૂન
- લીંબુ 2 નંગ
- કેસર 7-8 તાંતણા (optional)
રીતઃ ગાજરને છોલીને ધોઈને નાના ટુકડામાં સુધારી લો. ત્યારબાદ એક કઢાઈમાં ગાજરના ટુકડા નાખો અને ગાજર બફાય તેટલું પાણી ઉમેરીને ગાજર પકવો. થોડીવાર પછી તેમાં સાકર અને લીંબુનો રસ મેળવો.
ગાજરના મિશ્રણને એકસરખું હલાવતા રહો. ગાજર ચઢવા આવે એટલે તેમાં એલચી પાવડર ઉમેરી દો. જ્યાં સુધી સાકર ઓગળીને એકતારી ચાસણી જેવી ઘટ્ટ થાય ત્યાં સુધી મુરબ્બાને હલાવતા રહો. પાણી સૂકાઈને મુરબ્બો ઘટ્ટ બને એટલે ગેસ બંધ કરીને ઉતારી લો.
મુરબ્બો ઠંડો થાય એટલે એરટાઈટ જારમાં ભરી લો.
