ભારતનું મુલ્કી ઉડ્ડયન સેક્ટરી આગામી દાયકા-દોઢ દાયકામાં જેટ સ્પીડે વૃદ્ધિ-વિકાસ હાંસલ કરવાનું છે.
ભારત સરકાર 60 અબજ ડોલર (આશરે 4.2 લાખ કરોડ રૂપિયા)ના ખર્ચે 100 એરપોર્ટ બાંધવાની છે. મુલ્કી ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ આ જાહેરાત કરી છે.
આ 100 નવા એરપોર્ટ આવતા 10-15 વર્ષમાં બાંધવામાં આવશે.
ભારતનું મુલ્કી ઉડ્ડયન ક્ષેત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ પામતા ક્ષેત્રોમાંનું એક ગણાય છે.
ભારતીય સિવિલ એવિએશન સેક્ટરે ડબલ-ડિજીટ ટ્રાફિક ગ્રોથ નોંધાવ્યો છે.
નવા 100 એરપોર્ટ જાહેર (સરકાર) અને ખાનગી ભાગીદારી દ્વારા બાંધવામાં આવશે.
સરકાર આ ઉપરાંત અલગ કાર્ગો નીતિ ઘડવા વિશે પણ વિચારણા કરી રહી છે.
ગ્લોબલ એરલાઈન્સ ગ્રુપ IATAના અંદાજ મુજબ, આવતા દસ વર્ષની અંદર ભારત જર્મની, જાપાન, સ્પેન અને બ્રિટનને ઓવરટેક કરીને વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી એર પેસેન્જર માર્કેટ બની જશે.