આમ તો ગુજરાતમાં ઘણા સુંદર યાયાવર(માઇગ્રેટરી) પક્ષીઓ આવે છે અને ઘણા કાયમી રહેતા સ્થાનિક પક્ષીઓ પણ ખુબ સુંદર દેખાય છે. પક્ષીવિદ દ્વારા વિવિધ પક્ષીઓની ખાસીયત, રંગ, ખાનપાન, જે તે પ્રદેશ કે દેશના હોવા જેવા વિવિધ મુદ્દાઓને ધ્યાને રાખીને તેમના ગુજરાતી તથા અંગ્રેજી નામો રાખતા હોય એવુ બને છે. કેટલાંક પક્ષીઓ જે મધમાખી ખાતા હોય તેના નામમા “બી ઇટર” (Bee Eater), તો વળી માખી મારીને ખાતા પક્ષીઓના નામમાં “ફ્લાય કેચર” (Fly Catcher) એવા શબ્દો જોડાતા હોય છે.
અહીં આપણે વાત કરીએ (Tickell’s Blue Flycatcher) ટીક્લ્સ બ્લુ ફ્લાયકેચર પક્ષી વિશે. આ પક્ષી ગીર અને વિવિધ અન્ય જંગલમા જોવા મળે છે. ખાસ ઉનાળાના સમયમાં તથા ચોમાસા પહેલાના સમયમાં ઝાડના આસપાસ ખુબજ ઝડપ ભેર એક ડાળી થી બીજી ડાળી ઉડાઉડ કરતા જોવા મળે. અલગ પ્રકારના રંગના કારણે તે બીજા પક્ષીથી અલગ દેખાય છે. ટીક્લ્સ બ્લુ ફ્લાયકેચરને ગુજરાતીમાં “અધરંગ” તરીકે પણ ઓળખાય છે. આ પક્ષીને ઘણી જગ્યાએ ઓરેન્જ બ્રેસ્ટેડ બ્લુ ફ્લાય કેચર તરીકે પણ ઓળખાય છે.
શ્રીનાથ શાહ
