ગુજરાત સરકાર એ સિંહના સંવર્ધન માટે કરેલ પ્રયત્નોના કારણે સિંહ બરડા સુધી પહોચ્યો છે અને સાસણગીર સિવાય ગીરનાર અને અમરેલીના ધારી વિસ્તારમાં પણ સિંહોનો વસવાટ છે.
રાજ્યસરકાર એ ગીરનાર, આંબરડી-ધારી અને બરડા વિસ્તારમાં સફારી પાર્ક બનાવેલ છે. સાસણગીર ખાતે સારા અને અનુભવી ગાઈડ તથા જીપ્સી ડ્રાઈવરની ઉપલબ્ધતાના કારણે પ્રવાસીઓને સિંહના સુંદર સાઈટીંગ ઉપરાંત દિપડા તથા પક્ષીઓનું વિશિષ્ટ સાઈટીંગ થઈ જાય છે.
આજે પણ સાસણગીર ખાતે સફારી કરવાનું આકર્ષણ નવા સફારી પાર્ક થવા છતાં ઘટ્યુ નથી. દેશ વિદેશથી સફારીના શોખીન એશિયાઈ સિંહ જોવા સાસણગીર આવે છે. આ ઉપરાંત અહીં સિંહ સાથે જીવન જીવતા માલધારી અને સીદ્દી સમુદાયની વિશિષ્ટ જીવન શૈલીને પણ નજીકથી નિહાળે છે.
