બહુ ઓછા લોકો જાણતા હશે કે રાજકોટના પાદરમાં જ એક સુંદર વન્યપ્રાણી અભયારણ્ય આવેલું છે. જે ઘાસના મેદાનો અને લાયન જીનપુલના કેન્દ્ર માટે જાણીતું છે. અહીંના સુંદર ઢોળાવ વાળા ઘાસના મેદાનો અને તેમાં મુક્ત પણે વિહરતા ચિંકારા જોવા એ એક અદભૂત અનુભવ છે. ચિંકારાને અંગ્રેજીમાં “Indian gazelle” કહે છે. રામપરા વન્યજીવ અભયારણ્યમાં ચિંકારાની ખુબજ સારી કહી શકાય તેવી સંખ્યા રહે છે.
આ ઉપરાંત રામપરા અભયારણ્ય એ વિવિધ પ્રકારના વિશિષ્ટ ઘાસીયા મેદાનના પક્ષીઓ માટે પણ ખૂબજ જાણીતું છે.
