સામાન્ય રીતે આપણે આપણી આસપાસના પર્યાવરણને ખાસ મહત્વ આપતા નથી. જેથી આપણી આસપાસના કેટલાક પક્ષીઓને અને તેની વિશેષતાઓ વિશે પણ અજાણ રહી જઈએ છીએ. આવુ જ “બ્લેક વિંગ્ડ કાઇટ” કે જેને ગુજરાતીમા “કપાસી” કહે છે તે પક્ષીમાં પણ થાય છે. ખેડુતોનું મિત્ર ગણાતું આ પક્ષી આપણી આસપાસ ખેતરોમાં હોવર કરતું હોય એટલેકે એક જ જગ્યા પર પાંખ ફફડાવીને ઉડ્યા કરે. (જે બીજા પક્ષી સરળતાથી નથી કરી શકતા). સમડી કુળનું આ પક્ષી મોટા ભાગે ખેતરમાંથી પસાર થતા વિજળીના તાર પર બેઠેલ જોવા મળે. ખેતરમાંથી ઉંદર અને કીડા મારીને ખાય અને ખેડુતને મદદ કરે. આ પક્ષી સામાન્ય રીતે ભાલ વિસ્તારમાં અને તેની આસપાસના તેમજ ગીર વિસ્તારના ખેતરો આસપાસ સરળતાથી જોવા મળે. હંમેશા એ સવાલ થાય કે તેને ગુજરાતીમાં “કપાસી” નામ કેમ આપ્યું હશે?