ભાજપમાં સિનિયર સિટીઝનો વધારે છે, કોંગ્રેસમાં માત્ર ચાર

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ભાજપને 99 બેઠકો મળી, અને લૂણાવાડાના એક અપક્ષ ઉમેદવારે ભાજપને બિનશરતી ટેકો જાહેર કર્યો છે, જેથી ભાજપ પાસે કુલ સંખ્યાબળ 100નું થયું છે. નવી ચૌદમી ગુજરાત વિધાનસભામાં અતિ મહત્વની વાત કરીએ તો 21 સભ્યો સિનિયર સિટીઝનો છે. જે ભાજપના છે જયારે 4 સભ્યો કોંગ્રેસના છે. નવી વિધાનસભામાં સીનીયર સીટીઝન ધારાસભ્યો
(1) ર્ડો. નિમાબેન આચાર્ય – 1947
(2) પરબતભાઇ પટેલ – 1948
(3) ભરતસિંહ ડાભી – 1955
(4) નીતિનભાઈ પટેલ – 1956
(5) શંભુજી ઠાકોર – 1950
(6) વલ્લભ કાકડીયા – 1944
(7) બાબુભાઇ જે. પટેલ – 1948
(8) ભૂપેન્દ્રસિંહ ચુડાસમા – 1950
(9) ગોવિંદભાઇ પટેલ – 1949
(10) પબુભા માણેક – 1956
(11) બાબુભાઇ બોખીરીયા – 1953
(12) કેશુભાઈ નાકરાણી – 1957
(13) જેઠાભાઇ ભરવાડ – 1950
(14) સી.કે.રાઉલજી – 1954
(15) મધુભાઈ શ્રીવાસ્તવ – 1952
(16) બચુભાઈ ખાબડ – 1955
(17) જીતુભાઇ સુખડીયા – 1946
(18) રાજેન્દ્ર ત્રિવેદી – 1954
(19) યોગેશ પટેલ – 1946
(20) આર.સી.પટેલ – 1954
(21) કનુભાઈ દેસાઈ – 1951
 
કોંગ્રેસના ચાર સિનિયર સિટીઝનો
(1) ર્ડો. અનિલ જોષીયારા – 1952
(2) મહંમદ જાવેદ પીરઝાદા – 1948
(3) નિરંજનભાઈ પટેલ – 1946
(4) મોહનસિંહ રાઠવા – 1944