મહિલા કોંગ્રેસની દિગ્ગજ નેતાઓ ગુજરાતણોને કોંગ્રેસ તરફ વાળવા સક્રિય

વડોદરા- કોંગ્રેસ તોફાની ચૂંટણીપ્રચારમાં કોંગ્રેસની મહિલા નેતાઓએ મોરચો સંભાળ્યો હતો.  મહિલા સંવાદ નામના કેમ્પેઇનની સૂરતથી શરુઆત કરાઇ જેમાં મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવ, સાંસદ શૈલજાકુમારી અને કોમ્યૂનિકેશન કન્વીનર પ્રિયંકા ચતુર્વેદીએ ભાગ લીધો હતો.

ગુજરાતમાં મહિલા મતદારો 47 ટકાથી વધુ છે અને તેઓ ચૂંટણી પરિણામ પર અશરકર્તા નીવડી શકે છે. જેને લઇને આ મહિલા નેતાઓ મહિલા મતદારોને કોંગ્રેસ તરફી કરવાના કામમાં લાગી ગઇ છે.

ગુજરાતી મહિલાઓ આર્થિક સંપન્નતાની બાબતમાં પણ અગ્રેસર છે ત્યારે તેમને ભાજપ સરકારે અન્યાય કરતાં તેમને એ નથી આપ્યું જેના તેઓ હકદાર છે. કોંગ્રેસની મહિલાનેતાઓ તેમને મળીને બતાવશે કે તેમની સરકાર આવશે તો તેમના માટે શું કરશે.

તેમનો કાર્યક્રમ વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દિગ્ગજ નેતાઓ સાથે ગુજરાતણો રુબરુ થશે.