લોકતાંત્રિક રીતે ચૂંટણી લડો અથવા તો મને નામ પાછું લેવા કહી દોઃ ઈન્દ્રનિલ રાજ્યગુરુ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને જણાવ્યું છે કે કાં તો લોકતાંત્રિક રીતે ચૂંટણી લડો અથવા તો મને કહો કે હું મારી ઉમેદવારી પાછી ખેંચી લઉં.

ઉલ્લેખનીય છે કે ગત શનિવારના રોજ ઈન્દ્રનિલના ભાઈ દિવ્યનિલ રાજકોટમાં બ્રહ્મસમાજ ચોક પર જ્યારે સભા કરી રહ્યા હતા ત્યારે જ અચાનક તેમના પર હુમલો થયો હતો. હુમલા બાદ રાજકોટના ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજ્યગુરૂ પોતાના સમર્થકો સાથે ત્યાં પહોંચી ગયા હતા. જ્યારે તેમના સમર્થકોનો કાફલો પોલિસ સ્ટેશન પર પહોંચ્યો અને કોંગ્રેસ કાર્યકર્તા આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની માગણી કરવા લાગ્યા ત્યારે આ દરમિયાન પોલીસ સાથે ઈન્દ્રનીલ રાજ્યગુરૂને થોડો ખટરાગ થયો હતો, અને ત્યારબાદ ઈન્દ્રનીલની ધરપકડ કરી લેવામાં આવી હતી.

તો આ ઘટના બાદ ભાજપે જણાવ્યું હતું કે જે પણ થયું તેને આપણે ભૂલી જવું જોઈએ. આ મામલે રાજકોટના પોલિસ કમિશનર અનુપમ ગહેલોતે જણાવ્યું કે દિવ્યનીલ મામલે પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે. તો આ સિવાય એ ફરિયાદ દિવ્યનીલ અને અન્ય લોકો વિરૂદ્ઘ પણ નોંધવામાં આવી છે. પ્રતિનિધિત્વ કરવાનો તેમનો ઉદ્દેશ્ય નહોતો. અમે લોકો કોઈપણ અપ્રિય ઘટના ઘટવાની રાહ ન જોઈ શકીએ તો આ સાથે જ રાજકોટમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવા માટે 4,500 જેટલા સુરક્ષા જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.