PM મોદી 6, 8 અને 9 ડિસેમ્બરે ગુજરાતમાં રેલીને સંબોધશે

અમદાવાદ– ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર કરવા માટે ત્રણ દિવસ ગુજરાતનો પ્રવાસ કરશે. વડાપ્રધાન આગામી ૬ ડિસેમ્બર, ૮ ડિસેમ્બર અને ૯ ડિસેમ્બરે ફરી ગુજરાત આવશે અને ૧૨ સ્થાનો પર ગુજરાત વિકાસ રેલીને સંબોધશે.

વડાપ્રધાનનો સત્તાવાર કાર્યક્રમઃ
ત્રણ દિવસ દરમિયાન જાહેરસભાને સંબોધન કરશે.
ધંધુકા
સવારે ૦૯-૩૦ કલાકે ​
ભાભર
સવારે ૧૧-૦૦ કલાકે
લુણાવાડા
સવારે ૯-૩૦ કલાકે
દાહોદ
બપોરે ૧૨-૦૦ કલાકે
કાલોલ
બપોરે ૧૨-૩૦ કલાકે
છોટાઉદેપુર
સવારે ૧૧-૦૦ કલાકે
નેત્રંગ
બપોરે ૦૨-૦૦ કલાકે
હિંમતનગર
બપોરે ૦૨-૩૦ કલાકે
આણંદ
બપોરે ૦૧-૦૦ કલાકે
સુરત
સાંજે ૦૬-૦૦ કલાકે
વટવા
સાંજે ૦૪-૦૦ કલાકે
મહેસાણા
બપોરે ૦૩-૦૦ કલાકે

પીએમના કાર્યક્રમની વિગતો આપતાં ​ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતુ કે, ઉત્તરપ્રદેશના હાલમાં આવેલા પરિણામોથી એ સ્પષ્ટ થઇ ગયુ છે કે, કોંગ્રેસના દુષ્પ્રચાર અને જુઠ્ઠાણાને દેશની જનતા નકારી રહી છે. કોંગ્રેસ સવારે જુઠ્ઠા આંકડાઓ આપે છે અને સાંજે જુઠ્ઠા આંકડા આપે છે. રાહુલ ગાંધી કહે છે કે ૪૩,૦૦૦ કરોડ એકર જમીન ઉધોગપતિઓને આપી દીધી છે, ત્યારે તેમને ખ્યાલ હોવો જોઇએ કે અંતરીક્ષના પાંચ ગણાનો ઉમેરો કરો ત્યારે કેટલી જમીન થાય છે.

​ભુપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, મહિલાઓના સાક્ષરતા દર અંગે પણ ખોટા ભ્રમ ફેલાવે છે. પહેલા સાક્ષરતા દર ૭૦.૭૦ ટકા હતો અને અત્યારે ૫૭.૮ ટકા છે, તેવી વાત કરે છે તો ભણેલી મહિલાઓ કેવી રીતે ભણ્યાં વગરની થઇ જાય તે હાસ્યાસ્પદ છે. કોંગ્રેસ એવું ટ્વીટ કરે છે કે દેશનો જી.ડી.પી. દર યુ.પી.એ. સરકારમાં ૧૦.૬ ટકા સરેરાશ રહ્યો હતો. ૭૦ વર્ષનાશાસનમાં ક્યારેય જી. ડી. પી. દર ૭.૬ ટકા રહ્યો નથી. યુ.પી.એ.ના શાસનમાં જી. ડી. પી. દર ૪.૮ ટકા જેટલો રહ્યો હતો. આમ, કહેતા ભી દિવાના, ટ્વીટ કરતાં ભી દિવાના તેમજ ટ્વીટની લાઇક કરતાં ભી દિવાના જેવી સ્થિતિ કોંગ્રેસની થઇ છે. કોંગ્રેસ લખેલી સ્ક્રિપ્ટ વાંચે છે, ખોટા તથ્યો પ્રજા સમક્ષ રજૂ કરે છે.