કોગ્રેસઃ ટિકીટ મેળવવા માટે ઉમેદવારના સમર્થકો દ્વારા ધમાલ

અમદાવાદઃ 2017માં નવેમ્બર મહિનો પૂરો થાય એટલે ડિસેમ્બરમાં આવનારી વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો જ બાકી રહે છે. હજુય કોંગ્રેસમાં કેટલીક બેઠકમાં ઉમેદવારોની યાદી બહાર પાડવાની બાકી છે., ત્યારે સમર્થકો દ્વારા મનગમતા મુરતિયાને ટિકિટ મળે એ માટે દેખાવો ચાલુ  જ છે.

અમદાવાદના બાપુનગર અને નરોડા વિસ્તારના ટોળા શનિવારની બપોરે કોંગ્રેસ કાર્યાલય બહાર અડિંગો લગાવીને બેઠા છે. બાપુનગર મત વિસ્તારનું એક વિશાળ ટોળું હારેલા ઉમેદવાર નહીં પરંતુ લોકપ્રિય ઉમેદવારને ટિકિટ મળે એ માટે ભારે જોર કરી રહ્યું છે.બીજી તરફ નરોડાના કેટલાક લોકો ટિકિટની માગણી સાથે પગથિયાં પર જ ઉપવાસ પર બેઠાં હોય એમ નારા લગાવી રહ્યાં છે.કાર્યાલયમાં દિગ્ગજ નેતા અભિષેક મનુ સિંઘવી મુલાકાતે આવ્યાં છે એ વેળાએ જ બહાર લોકો ટિકિટ માટેની માગ કરી રહ્યાં છે.

આ વિધાનસભાની ચૂંટણીમાં મનગમતા ઉમેદવાર માટે, જીતી જવાય એવા વિસ્તારની  ટિકિટ માટે અને જો જીતી જવાય તો ચોક્ક્સ ખાતાના પ્રધાનપદ માટે બંને પક્ષના કેટલાક ટેકેદારો અને આગેવાનો શેખચલ્લીની જેમ સપનાં જોઇ રહ્યાં છે.

(અહેવાલ તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]