રાઉલજીએ ભાજપથી ફોર્મ ભરતાં ગોધરાના મુસ્લિમ મતદારો ભ્રમિત

ગોધરા- ગોધરાથી પાંચ ટર્મથી ધારાસભ્ય રહેલાં સી કે રાઉલજીએ ગુરુવારે વિધાનસભા ચૂંટણી 2017 માટે ઉમેદવારીપત્ર દાખલ કર્યું અને તેમણે ભારતીય જનતા પક્ષ તરફથી ઉમેદવારીપત્ર ભર્યું. તેમના આ નિર્ણયથી સ્થાનિક મુસ્લિમ મતદાતાઓ મૂંઝવણની સ્થિતિમાં મૂકાયાં છે. ગોધરાના આશરે અઢી લાખ મતદારોમાં 25 ટકા મુસ્લિમ મતદાર છે.

તેમના મૂંઝાવાનું કારણ એ છે કે રાઉલજી પાછલી બે ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર હતાં. જોકે સી કે રાઉલજી પહેલાં ભાજપમાંથી બે વાર ધારાસભ્ય રહી ચૂક્યાં હતાં. રાઉલજી શંકરસિંહ વાઘેલાના નજદીકી માનવામાં આવે છે. વાઘેલાએ કોંગ્રેસ છોડી ત્યારે જ કહ્યું હતું કે તેમના ટેકેદારો નક્કી કરી શખે છે કે તેમને કોની સાથે જોડાવું છે. ત્યારે રાઉલજીએ ભાજપ સાથે જોડાવાનો નિર્ણય લઇ લીધો છે. ગોધરા બેઠક પર ભાજપે છેલ્લે 2002માં જીત મેળવી હતી અને રાઉલજીને ટિકીટ આપી આ વખતે બેઠક જીતવાની તક મેળવી છે.ગોધરાનું સિગ્નલ ફળીયું તે 2002માં સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાવવા માટેના ઘણાં આરોપીઓ રહે છે. ત્યાં રાઉલજીના ભાજપમાં જવાથી નિરાશા વ્યાપી છે. સ્થાનિકોના જણાવ્યાંનુસાર રાઉલજીએ રાજ્યસભા ચૂંટણી માટે અહેમદ પટેલને મત નઆપ્યો તો હજારો મુસલમાન તેમને કેમ મત આપશે. મુસ્લિમો તેમને એટલે મત આફતાં હતાં કે તેઓ કોંગ્રેસમાં હતાં. હવે ભાજપમાં ગયાં છે તો વોટ નહીં આપીએ.

કોંગ્રેસ દ્વારા ગોધરાના ઉમેદવારની હજુ જાહેરાત કરવામાં નથી આવી. આ ચૂંટણી માટે રાઉલજી પર ફક્ત મુસ્લુમ મતદાતાઓને નારાજ કરવાના દબાવ ઉપરાંત ગોધરાના એક તૃતીઆંશ ઓબીસી મતદાતાઓનું દબાણ પણ છે. સ્થાનિક ઓબીસી નેતા જશવંતસિંહ પરમાર પહેલાં ભાજપમાં હતાં પણ આ વખતે અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. પરમારનો દાવો છે કે તેમને ઓબીસી સમુદાના 80 હજારથી વધુ મતદાતાઓનું સમર્થન છે. આ સિનારિયોમાં ગોધરા બેઠક ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેનાર છે.