અમદાવાદ: ચૈત્ર સુદ નોમને આજે ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહુતિ છે. હિંદુ સંસ્કૃતિમાં શક્તિની ઉપાસના સાથે વ્રત, અનુષ્ઠાન, હવન અને ભક્તિનું અનેરું મહત્વ છે. નવરાત્રિના આઠમ અને નોમના દિવસે વિવિધ મંદિરોમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી મંદિરના પ્રાંગણમાં આઠમના દિવસે રાત્રે બાર વાગ્યે હવન કરવામાં આવ્યો. વહેલી સવારે શ્રીફળ હોમવામાં આવ્યું. મંગળા આરતી બાદ રામનવમીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.પ્રસાદમાં ભક્તોને લીમડાનો રસ આપવામાં આવ્યો હતો.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)