Home Variety Page 3

Variety

Chitralekha Vishesh

મમરાના પૂડલા

પૂડલામાં નિતનવી વેરાયટી બની શકે છે. તેમાં એક છે મમરાના પૂડલા, જેમાં વેજીટેબલ્સ ઉમેરીને તેને વધુ હેલ્ધી પણ બનાવી શકાય છે!

 

સામગ્રીઃ

  • મમરા 2 કપ
  • રવો 1 કપ
  • ખાટું દહીં ½ કપ
  • આદુની પેસ્ટ 1 ટી.સ્પૂન
  • 3-4 લીલા મરચાં ઝીણાં સમારેલા
  • કાંદો 1
  • ટમેટું 1
  • ગાજર 1
  • મીઠું સ્વાદ મુજબ
  • ચપટી હીંગ
  • ધોઈને ઝીણી સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
  • સિમલા મરચું 1
  • બેકીંગ સોડા ¼ ટી.સ્પૂન
  • લીંબુનો રસ ½ ટી.સ્પૂન

રીતઃ એક બાઉલમાં મમરા લઈ તેમાં પાણી ઉમેરીને 20 મિનિટ માટે પલાળી રાખો. બીજા એક બાઉલમાં રવો તથા દહીં મિક્સ કરી દો. આ મિશ્રણ ઘટ્ટ હોવાથી તેમાં થોડું પાણી મિક્સ કરીને ઢોકળાના ખીરા જેવું ખીરું બનાવી લો તથા તેને પણ 20 મિનિટ માટે ઢાંકીને રહેવા દો.

20 મિનિટ બાદ મમરામાંથી પાણી નિતારી લઈને તેને તેમજ રવાના મિશ્રણને મિક્સીમાં ઉમેરીને પિસી લો. બહુ બારીક કરવાની જરૂર નથી.

આ મિશ્રણને એક મોટા બાઉલમાં લઈ તેમાં આદુ, મરચાં તેમજ ઝીણા સમારેલાં કાંદા, ટમેટું, સિમલા મરચું તેમજ કોથમીર ઉમેરી દો. સ્વાદ મુજબ મીઠું તેમજ ચપટી હીંગ નાખીને મિક્સ કરો. આ ખીરામાં બેકીંગ સોડા  તેમજ લીંબુનો રસ મેળવી દો. ગેસ પર નોનસ્ટીક પેન મૂકીને આ પૂડલા ઉતારો. ગેસની આંચ મધ્યમ રાખવી.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

સુવિચાર – ૧૮ માર્ચ ૨૦૨૧

સુવિચાર – ૧૮ માર્ચ ૨૦૨૧

વાહ ભાઈ વાહ! ૧૭ માર્ચ ૨૦૨૧

વાહ ભાઈ વાહ! ૧૭ માર્ચ ૨૦૨૧

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

સુવિચાર – ૧૫ માર્ચ ૨૦૨૧

સુવિચાર – ૧૫ માર્ચ ૨૦૨૧

વાહ ભાઈ વાહ! ૧૪ માર્ચ ૨૦૨૧

વાહ ભાઈ વાહ! ૧૪ માર્ચ ૨૦૨૧

બાજરાનો ભરેલો રોટલો

ગૃહિણીને રોજેરોજ રસોઈમાં કઈ વાનગી બનાવવી એ તો કડાકૂટ હોય જ છે. પણ આ સ્વાદીષ્ટ બાજરાનો ભરેલો રોટલો અને સાથે દહીં હોય તો બીજી કોઈ વાનગી બનાવવાની જરૂર જ ના હોય!  

સામગ્રીઃ

  • બાજરાનો લોટ 1 કપ
  • લીલી ડુંગળી ધોઈને સુધારેલી 1 કપ
  • મેથીની ભાજી ધોઈને સુધારેલી 1 કપ
  • લીલું લસણ 2 ટે.સ્પૂન (optional)
  • લીલા મરચાં 5-6 ઝીણા સમારેલા
  • ધોઈને ઝીણી સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
  • હળદર પાવડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 ચપટી હીંગ
  • લસણની કળી 3-4 સમારેલી
  • જીરૂ ½ ટી.સ્પૂન
  • વઘાર માટે તેલ
  • રોટલા પર ચોપડવા માટે ઘી

રીતઃ ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ તતડાવીને લસણની કળી સમારેલી નાખી દો. ત્યારબાદ લીલી ડુંગળી નાખીને 2-3 મિનિટ સાંતળો ત્યારબાદ લીલું લસણ તેમજ મેથીની ભાજી ઉમેરી દો. ગેસની ધીમી આંચ કરીને સૂકો મસાલો ઉમેરી દો. 5 મિનિટમાં મિશ્રણ નરમ થાય એટલે ગેસ બંધ કરીને તેને ઠંડું થવા દો.

બાજરાનો લોટ ચારણીથી ચાળી લો. થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધતા જાવ.

બાંધેલા લોટમાંથી મોટો લૂવો લઈ તેને થોડો ચપટો કરીને તેમાં સ્ટફિંગ ભરીને બંધ કરી દો. આ લૂવાને

તમે હાથેથી પણ થાપી શકો છો અથવા પાટલા પર પ્લાસ્ટીક પાથરીને પણ થાપી શકો છો. તે માટે પાટલો ફેરવતા ફેરવતા રોટલાને થાપવો. આ રોટલો સહેજ જાડો જ રાખવો.

માટીની તાવડી ગેસ પર ગરમ કરવા મૂકવી. ત્યારબાદ તાવડીમાં રોટલો નાખવો. એક બાજુ ગરમ થાય એટલે તવેથા વડે રોટલો ઉથલાવીને બીજી બાજુ ગરમ થવા દેવી.

રોટલો ચઢી જાય એટલે નીચે ઉતારીને ઉપર ઘી ચોપડવું.

ગુલકંદ ૧૩ માર્ચ ૨૦૨૧

ગુલકંદ ૧૩ માર્ચ ૨૦૨૧

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો