Cooking Tips

છોલે

0

છોલે બાફતી વખતે થોડીક (1 ચમચા જેટલી) ચાની ભૂકી બારીક મલમલના કાપડમાં બાંધીને એની પોટલી છોલેની સાથે પાણીમાં મૂકવી. છોલેનો રંગ અને સ્વાદ વધી જશે. છોલે (કાબૂલી ચણાં) બાફતાં પહેલાં 8-10 કલાક પાણીમાં પલાળેલા હોવા જોઈએ. ચણા બફાઈ ગયા બાદ કાંદા અને કોપરાંની ગ્રેવી કરો એમાં થોડો ફુદીનો પણ ઉમેરો. છોલે વધુ સ્વાદિષ્ટ થશે.

ચટાકેદાર પાઉંભાજી

0

પાઉંભાજીની ભાજીમાં આખા કાશ્મીરી મરચાં થોડાંક કલાક માટે હુંફાળા પાણીમાં પલાળ્યા બાદ મિક્સીમાં પીસીને થોડું તેલ ગરમ કરીને એમાં સાંતડ્યા બાદ, સાંતડેલા કાંદા-ટમેટાંમાં ઉમેરવાથી ભાજીમાં અનેરો સ્વાદ અને રંગ આવી જશે.

ગુલાબજાંબુ

0

ગુલાબજાંબુમાં સ્વાદ વધારવા માવાના ગોળા વાળતી વખતે તેમાં એક એલચીનો દાણો ઉમેરવો તથા ગુલાબજાંબુ ધીમી આંચે તળવા. ચાસણીમાં એલચીનો પાવડર તથા ગુલાબની પાંખડીઓ ઉમેરો. 

બ્રેડ પિઝ્ઝા

0

પિઝ્ઝા બનાવવામાં મેંદાના તૈયાર રોટલાને બદલે તમે ઘઉંની બ્રેડનો ઉપયોગ કરી શકો છો.

પિઝ્ઝાને વધુ હેલ્ધી બનાવવા માટે તમે ટોપિંગ્સમાં તાજી મકાઈના દાણા બાફીને તેમજ પનીર તથા ઓલિવ નાખી શકો છો (સ્વાદ પસંદ હોય તો પાલખ સુધારીને સાંતડીને ઉમેરી શકો છો.)

પિઝ્ઝા ધીમી આંચે શેકવા તેમજ પૅન અથવા તવાનું બોટમ જાડું ને મજબૂત હોવું જરૂરી છે.

પાલખ પુરી

0

નાસ્તાની પુરી હેલ્ધી બનાવવા માટે પુરીનો લોટ પાલખની ગ્રેવીમાં બાંધવો અથવા પાલખ ધોઈને કોરી કર્યા બાદ તેને ઝીણી સમારીને લોટમાં ઉમેરવી. તેમાં લીલા વટાણાની પેસ્ટ પણ ઉમેરી શકો છો.

મેગી પકોડા

0

મેગી નૂડલ્સના પકોડા બનાવવા માટે કાંદાના ભજીયાના ખીરામાં અથવા તમને ભાવે એ ભજીયાના મિશ્રણમાં રાંધેલા મેગી નૂડલ્સ મિક્સ કરી દો અને પકોડા ઉતારો. અને હાં, જો મરચાં ભાવતા હોય તો ભાવનગરી અથવા સિમલા મરચાં બારીક સુધારીને ઉમેરી દો. ટેસ્ટી પકોડા તૈયાર છે.

 

પરોઠાં

0

પરોઠાં સ્વાદિષ્ટ અને પોચાં બનાવવા માટે, લોટમાં થોડુંક પનીર ખમણીને
નાખો અને લોટ બાંધો. સ્વાદ વધારવા માટે કોથમીર સુધારીને ઉમેરી શકાય.

વેજીટેબલ કટલેસ

0

વેજીટેબલ કટલેસ બનાવવી છે, પણ બટેટાની ચિકાશને કારણે કટલેસ નરમ થઈને તૂટી જાય છે, તો થોડાંક પૌઆ મિક્સીમાં ક્રશ કરીને એમાં નાંખો અને
કટલેસનો આકાર વાળો.

ખીર

0

ખીર સ્વાદિષ્ટ બનાવવા માટે ચોખા ધોયા બાદ તેમાં
એકાદ ચમચી દેશી ઘીનું મોણ નાંખો.

પંજાબી શાક

0

પંજાબી શાક કરવું છે અને ટમેટાં મોંઘા થઈ ગયા છે? કંઈ વાંધો નહિ. તમે જ્યારે કાંદાની ગ્રેવી સાંતળો છો, ત્યાર પછી મસાલો સાંતળીને ટમેટાંની જગ્યાએ દહીં વલોવીને નાંખી દો. શાક સ્વાદિષ્ટ બનશે.

 

TOP NEWS

?>