વાસ્તુ: ઘરમાં ગુગળનો ધૂપ કરવાથી થશે આ ફાયદો

શું તમે ક્યારેય તમારા બાળકોને રજાડો છો? સતત એમનું અહિત થાય એવું ઈચ્છો છો? જો જવાબ ના માં છે. તો પછી તમારા પિતૃ તમારું અહિત કરશે એવું શા માટે માનો છો? પિતૃ એટલે વડવા. કોઈ વડીલ પોતાના બાળકોનું અહિત ન ઈચ્છે. પોતાના વડવાઓ નું શ્રદ્ધા પૂર્વક તર્પણ કરવાની વાત શ્રાદ્ધ સાથે જોડાયેલી છે. પોતાના વડીલોને યાદ કરવા. એમની સારી બાબતો અને ગુણ પોતાની નવી પેઢીને સમજાવવી. આ બધી બાબતો સમજાય, પણ વડીલો નુકશાન કરે એ ન જ સમજાય. શ્રાદ્ધ વડીલોના આશિષ લેવા માટે છે અને એ જ્યાં પણ હોય ત્યાં શાંતિ મળે એવી ભાવના રાખવામાં આવે છે.

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપણે કોઈ સમસ્યા હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેલ પર પૂછી શકો છો.

સવાલ: મારા જીવનમાં ઘણા બધા નેગેટીવ માણસો આવ્યા છે. બધાના મન સાચવતા સાચવતા હવે થાક લાગે છે. વળી સો વસ્તુ કરીએ અને એક ન થાય એટલે ગમે તેમ બોલે. અપમાન કરે. મારી પાસે બે રસ્તા છે. એક એ કે એ બધાને તડકે મુકીને મારું જીવન નવે સર થી સારું કરવું અને બીજું આત્મહત્યા કરવી. તમે બતાવો મારે શું કરવું જોઈએ?

જવાબ: તમારું જીવન એ તમારું છે. આત્મસન્માન ન હોય ત્યાં જીવવાની મજા ન આવે એવું બને. પણ એટલે આત્મહત્યા થોડી જ કરાય? કોઈ મન ન આપે એટલે આત્મસન્માન થોડું જ ઓછુ થઇ જાય? ન ગમતા લોકોને ન મળીએ એ આપણને ગમે. પણ પોતાની જાતથી ન ભગાય. ઈશ્વરે માનવ દેહ આપ્યો છે. એને સમજો. તમને શું ગમે છે એ વિચારો. તમે શું શ્રેષ્ઠ કરી શકો છો એ નક્કી કરો. મને વિશ્વાસ છે કે જે લોકો તમારો લાભ ઉઠાવે છે એ તમે સફળ થશો એટલે તમને માન આપવા લાગી જશે. લાગણી જરૂરી છે પણ જો લાગણીઓ નેગેટીવ દિશામાં લઇ જતી હોય તો વિચારવું પડે. નેગેટીવ માણસો આખી દુનિયામાં હશે. એટલે દુનિયા ન જ છોડી દેવાય. ઘરમાં ગુગળનો ધૂપ કરો. મહામૃત્યુંન્જય મંત્ર જાપ કરો. ચોક્કસ સારું લાગશે.

સવાલ: હું એક શિક્ષક છું. પરિણીત છું. મારા વર્ગમાં એક મોટી ઉંમરના વિદ્યાર્થી આવ્યા. મારા કરતા વીસ વરસ મોટા. અમારા બંનેની જન્મ તારીખ એક જ. શરૂઆતમાં એ મને ન ગમતા. કારણકે એ સવાલો વધારે પૂછતા. ધીમે ધીમે એમની સારપ મને એમની નજીક ખેંચતી ગઈ. અમે બંને પરિણીત છીએ. મારા પત્નીએ મને ડિવોર્સની નોટીસ આપી છે. આવા સંજોગોમાં પેલી વ્યક્તિએ મને ખુબ મદદ કરી. એક દિવસ પ્રિન્સીપાલ સરે મને બોલાવીને કહ્યું કે એમને પણ પેલી વ્યક્તિ ગમે છે. જો હું એ વ્યક્તિ વિરુદ્ધ ગમે તેવી વાત ફેલાવું તો એ પ્રિન્સીપાલ તરફ આકર્ષાય એવી માન્યતા સાથે એમણે મને પ્રલોભન આપ્યું. હું લલચાઈ ગયો. મેં ટ્રસ્ટીઓને એમની વિરુદ્ધ ખરાબ વાતો કરી. અમારી ધારણાઓ ખોટી પડી. પેલી વ્યક્તિ કાયમ માટે જતી રહી. મારા પત્નીને આ વાત ખબર પડી એટલે હવે એ સમાધાન કરવા પણ તૈયાર નથી. એનું માનવું છે કે જે મદદ કરતા હોય એમનું પણ તમે અહિત કર્યું તો તમે સારા માણસ નથી. મને મારી જાત પર શરમ આવે છે. શું કરું?

જવાબ: તમારી વાર્તા મજેદાર છે. તમારામાં વધારે પડતી મહત્વકાંક્ષા છે. હંમેશા જે સીડીના પગથીયા ચડીને ઉપર જઈએ છીએ એને જ તોડી નાખીએ તો ઉપર ગયા પછી પડવાનો ડર વધી જાય છે. તમે તમારી પત્નીને સમજવા પ્રયત્ન કરો. બની શકે તમે એમને સમજવા પ્રયત્ન કરો છો એ વાત એ સમજીને કદાચ એ માની જાય. રહી વાત પેલા વડીલની. એ હવે જગ્યા છોડીને જતા રહ્યા છે. એમનું દુખ તમને નહિ સમજાય એટલે એમને પણ ભૂલી જાવ. તમારા ઘરમાં પશ્ચિમ તરફ ત્રણ દોષ છે. તમારા ઘરના નૈરુત્યમાં બે નારીયેળી અને વાયવ્યમાં બે બીલીપત્ર વાવી દો. સકારાત્મક વિચારો આવશે.

સુચન: પિતૃશ્રાદ્ધ શ્રદ્ધા પૂર્વક કરવું જરૂરી છે.

(આપના સવાલો મોકલી આપો: Email: vastunirmaan@gmail,com)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]