ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં ચંદ્રગ્રહણ થયું હતું, આ ચંદ્રગ્રહણ કર્ક રાશિમાં થયું હતું. ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૮એ થયેલ સૂર્યગ્રહણ જે ભારતમાં નહોતું દેખાયું તે કુંભ રાશિમાં થયું હતું. ચાલુ માસે સૂર્ય અને ચંદ્ર બંનેના ગ્રહણ થશે. સૂર્યગ્રહણ ૧૩ જુલાઈ ૨૦૧૮એ થશે, જે ભારતમાં દેખાશે નહીં, માટે ગ્રહણ પાળવું જરુરી નહીં ગણાય. ૧૩ જુલાઈએ થનાર સૂર્યગ્રહણ મિથુન રાશિમાં થશે. મિથુન રાશિના જાતકો માટે આવનારો સમય શારીરિક બાબતોને ઉજાગર કરશે, શારીરિક સ્વાસ્થ્ય સારું જળવાય તે માટે સચેત રહેવું લાભદાયી રહેશે.
૨૭ જુલાઈ ૨૦૧૮એ થનાર ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે તેથી ગ્રહણના શાસ્ત્રોક્ત નિયમો પાળવા જરૂરીરહેશે.ગ્રહણ સ્પર્શ થશે.આ ચંદ્રગ્રહણ મકરરાશિમાં થશે. ચંદ્રગ્રહણ વિગતે જોઈએ તો, ૧૧:૫૪ કલાકે, ગ્રહણ મધ્ય થશે: ૦૧:૫૧ કલાકે, ગ્રહણ મોક્ષ થશે: ૨૮મીની સવારે ૦૩:૪૭ કલાકે. મકરનોચંદ્ર, મકર રાશિના જાતકોનેએકાદ માસ સુધી માનસિક ગ્રહણ લગાડનાર સાબિત થઇ શકે છે.ચંદ્રગ્રહણદરમ્યાન ચંદ્ર પ્રકાશનો જાણે થોડા સમય સુધી અભાવ બની જાય છે, ચંદ્રપ્રકાશનો લોપ થયો હોઈ, ચંદ્રગ્રહ નિર્દેશિત બાબતોનો પણ લોપ થયો ગણાય. ચંદ્ર મનુષ્યના મન, સમગ્ર જળ સ્રોત, ખાદ્ય પદાર્થો અને વનસ્પતિઓનો નિર્દેશક ગ્રહ છે. ખાસ તો તે મનુષ્યના મન સાથે જોડાયેલ છે.
ચંદ્ર ગ્રહણ મકર રાશિમાં થવાનું છે, મોટા ઉદ્યોગોમાં ચંદ્ર ગ્રહણની અસરો જેવીકે ચીજોના ભાવોમાં વધારો તથા કુદરતી અછત જોવા મળી શકે. લોખંડ, સોનું, કાંસુ, તાંબુ અનેફળોવગેરેમાં ગ્રહણ દરમ્યાન અને પછી ભાવોમાં નાટ્યાત્મક બદલાવ આવી શકે. બજારમાં બનાવટી તેજી જોવા મળી શકે, જે લાંબો સમય ટકી શકે નહિ તેવું જણાય છે. આદ્યગ્રંથો મુજબ ચંદ્ર ગ્રહણ દરમ્યાન જળ અને રોગ સંબંધી આફતોથઇ શકે છે, જો ટૂંકાગાળામાંએક પછી એક એમ ત્રણથી વધુ ગ્રહણો થાય તો તે વૈશ્વિક સત્તાઓમાટે પણ આફતરૂપ સાબિત થાય છે. રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ અને મહામારી ફેલાઈ શકે છે. ચંદ્ર ગ્રહણછૂટતા ઘર અને મંદિરની સાફ સફાઈ તથા દાન, જપઅને સ્નાન થઇ શકે છે. ચંદ્ર ગ્રહણ છૂટ્યા પછી નવા શક્તિ સંચાર માટે સ્નાન કરવામાં આવે છે, ગ્રહણનો મોક્ષ થયા બાદ નદીમાંકરાતું સ્નાન ખુબ પવિત્ર ગણાય છે. પ્રચલિત માન્યતા મુજબ, ગ્રહણના દિવસે ગૃહસ્થીએ પાણી ગરમ કર્યા વગર સ્નાન કરવું જોઈએ.
બારેય રાશિના જાતકો માટે ગ્રહણને અનુલક્ષીને ફળાદેશ નીચે મુજબ છે:
મેષ: મેષ રાશિના જાતકોને કાર્ય બાબતે વધુ મહેનત કરવી પડી શકે. ઉપરી વર્ગ સાથે સંબંધમાં ઉતાર ચઢાવનો અનુભવ થઇ શકે. વૃષભ: વૃષભ રાશિના જાતકોએ લાંબી મુસાફરી દરમિયાન વધુ ધ્યાન આપવું પડી શકે. લાંબી યાત્રામાં બદલાવ થઇ શકે. ધાર્મિક બાબતો ફળે. મિથુન: મિથુન રાશિના જાતકોને આકસ્મિક ધનપ્રાપ્તિ થઇ શકે. નાણાકીય વ્યવહાર જલદી થાય તેવું બને. શારીરિક બાબતોમાં ધ્યાન આપવું. કર્ક: કર્ક રાશિના જાતકોને લગ્નજીવનમાં ઉતાર ચઢાવ અનુભવાય. વ્યવસાયમાં મહત્વનો નિર્ણય લેવામાં વિલંબ આવી શકે. વિવાદથી બચવું. સિંહ: સિંહ રાશિના જાતકોને થોડા સમય માટે નોકરીમાં કાર્યબોજ વધી શકે. એકસાથે વધુ કાર્યો આવવાથી માનસિક વ્યગ્રતા રહે. ધન લાભ થઇ શકે. કન્યા: કન્યા રાશિના જાતકોને સંતાન બાબતે ખર્ચ આવી શકે. ખોટી ઉતાવળથી નાણાં ફસાઈ શકે, માટે ધીરજથી કામ લેવું જરૂરી. નવા સંબંધથી લાભ થાય. તુલા: તુલા રાશિના જાતકોને વાહન અને મકાનમાં ખર્ચ આવી શકે,આર્થિક આવક વધી શકે. નવી જગ્યાએ નોકરી હોય તો સાનુકુળ વાતાવરણ રહે. વૃશ્ચિક; વૃશ્ચિક રાશિના જાતકોને નવી ખરીદી થઇ શકે, નજીકના સ્થળોએ મુલાકાત થઇ શકે. લેખન અને વાણિજ્યના કાર્યોમાં લાભ થાય. ધન: ધન રાશિના જાતકોને કૌટુંબિક બાબતોમાં વધુ ધ્યાન આપવું પડી શકે. નાણાકીય વ્યવહાર સ્થગિત થઇ શકે. ખોટા ખર્ચથી બચવું. મકર: મકર રાશિના જાતકોને માનસિક વ્યગ્રતા રહે, કાર્યોમાં વિલંબ અનુભવાય. નોકરી કે વ્યવસાયમાં ઉતાવળથી બચવું. ધાર્મિક કાર્ય પૂર્ણ કરવું. કુંભ: કુંભ રાશિના જાતકોને આર્થિક લાભના યોગો છે. વધુ પડતો આરામ કે ખોરાકથી સમસ્યા થઇ શકે. વધુ પડતો પ્રવાસ કે મુસાફરી ટાળવા લાભદાયી. મીન: મીન રાશિના જાતકોને સામાજિક બાબતોમાં તકલીફ અનુભવાય, મિત્રો અને સંબંધીઓનો અપેક્ષિત સહકાર ન મળતા હતાશા અનુભવાય. રોગ દૂર થઇ શકે. |