રાશિ ભવિષ્ય 16/03/2026 થી 22/03/2026

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમારા મનમાં વધુ વિચારો આવવાને કારણે માનસિક થાક અને કામ ટાળવાની વૃત્તિ જોવા મળી શકે છે. તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ અથવા વાદ-વિવાદની સંભાવના ઊભી થઈ શકે છે. નાની બાબતોમાં ગુસ્સો ન આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું અને મુસાફરી દરમિયાન તકેદારી રાખવી. બજારના કામકાજમાં ધ્યાન ઓછું રહેતાં ઉતાવળિયા નિર્ણયો લેવાઈ જાય તેવી સ્થિતિ બની શકે છે. કોઈને વણમાંગી સલાહ ન આપવી. ખટપટ કે મજાક કરનાર લોકોથી દૂર રહેવું વધુ યોગ્ય રહેશે.


આ સપ્તાહ તમને વધુ લાગણીશીલ બનાવી શકે છે. તમારા સ્વભાવમાં અન્યના કામમાં સહભાગી થવાની ભાવના વધશે. મિત્રતા અથવા સગાસ્નેહીઓ સાથે મજાક કરવાની વૃત્તિ પણ જોવા મળી શકે છે. જૂની ઓળખાણ અને જૂની યાદો તમને રોમાંચિત કરી શકે છે. સામાજિક અથવા ધાર્મિક પ્રસંગોમાં તમારી હાજરી પ્રભાવશાળી બની શકે છે. બજારના કામકાજમાં ઉત્સાહ અને સફળતા મળવાની સંભાવના છે. જૂના મતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવી નોકરી અથવા ફેરબદલી માટે સમય અનુકૂળ છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કંઈક નવું શીખવા આ સમય સારો છે.


સપ્તાહ દરમિયાન વાણી પર સંયમ રાખવો જરૂરી છે. ઘર કે કુટુંબના કામકાજમાં ધીરજ રાખવી. ઉતાવળમાં કામ કરતાં ગેરસમજ થવાની શક્યતા છે. ક્યાંક અચાનક ખર્ચ પણ થઈ શકે છે. આરોગ્ય બાબતે પરેજી રાખવી જરૂરી છે. બજારના કામકાજમાં ધીરજ અને અનુભવથી કામ લેવું. અન્યની વાતમાં દોરવાઈ ન જવાય તે માટે વિચારપૂર્વક નિર્ણય લેવો. નોકરી અથવા વ્યવસાયમાં સમયનો દુરૂપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું અને જરૂર પૂરતો જ વ્યવહાર કરવો યોગ્ય રહેશે.


મિલન-મુલાકાત અથવા હરવા-ફરવામાં વધુ સમય પસાર થઈ શકે છે. તમારા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થશે. નવી ઓળખાણથી લાભદાયી ચર્ચા થઈ શકે છે. કુટુંબ અથવા આસપાસના કોઈ જાહેર કાર્યક્રમમાં જવાનો યોગ છે, જેમાં તમારી હાજરીનું મહત્વ દેખાશે. બજારના કામકાજમાં ઉત્સાહ અને નવીન કાર્ય કરવાની વૃત્તિ વધશે. યુવાવર્ગને મિત્રવર્તુળમાંથી સારી માહિતી અને સહયોગ મળી શકે છે. ઘણા સમયથી મનમાં રહેલી વાત રજૂ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ અથવા અશાંતિ અનુભવાઈ શકે છે. વિચારોમાં વધુ ફસાઈ જવાની શક્યતા છે. કોઈની વાતથી ગુસ્સો ન આવે તેનું ધ્યાન રાખવું. બજારના કામકાજમાં ધીરજ અને અનુભવનો થોડો અભાવ દેખાઈ શકે છે, જેના કારણે કામ પર અસર પડી શકે છે. શરદી, ખાંસી, કફ કે તાવ જેવી નાની તકલીફથી પરેશાની રહે તેવી શક્યતા છે. તમારી લાગણી દુભાતી હોય તેવું માનસિક રીતે વધુ લાગે, પરંતુ શાંતિ જાળવી પ્રભુભક્તિમાં મન લગાવશો તો માનસિક શાંતિ અનુભવશો.


મનની કોઈ ઈચ્છા પૂરી થવાના સંકેતો દેખાઈ શકે છે. કોઈ વ્યક્તિ તમારી પસંદગીની વાત જાણે અજાણે કરી જાય તેવા સંજોગો બની શકે છે. ધાર્મિક ભાવના વધશે અને સામાજિક કે ધાર્મિક કાર્યમાં ભાગ લેવાની ઈચ્છા થશે. બજારના કામકાજમાં કોઈ નવા સમાચાર તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. જૂની ઓળખાણ ફરી તાજી થવાથી આનંદ અનુભવશો. વિદ્યાર્થી અથવા યુવાવર્ગને નોકરી કે વ્યવસાયમાં નવી તક અંગે માહિતી મળી શકે છે.


વિદેશ જવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિને સારા સમાચાર અથવા ઉપયોગી માહિતી મળી શકે છે. લગ્નસંબંધિત વાતચીત ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે. જૂની અટકેલી બાબતોમાં પ્રયત્ન કરવાથી નસીબનો સાથ મળી શકે છે. બજારના કામકાજમાં આયોજન અને ગણતરીપૂર્વક કાર્ય કરવાથી સફળતા મળશે. મુસાફરી અથવા પ્રવાસના યોગ છે અને તેમાં આનંદ અનુભવશો. સહકાર આપવાની ભાવના પણ વધશે.


જાહેર જીવનમાં મજાકમસ્તીની વૃત્તિ વધુ જોવા મળી શકે છે, પરંતુ તેમાં કોઈની લાગણી દુભાય નહીં તેનું ધ્યાન રાખવું. ઘર અથવા સગાસ્નેહીઓ સાથેના જૂના મનદુઃખ દૂર કરવાનો પ્રયાસ સફળ થઈ શકે છે. બજારના કામકાજમાં યોગ્ય પ્રતિસાદ મળશે. તમે કરેલા કાર્યથી પ્રતિષ્ઠા વધશે. નવા કાર્યમાં અન્યનો સહયોગ અને માર્ગદર્શન મળશે, જેના કારણે ઉત્સાહ વધશે.


ધીરજનો અભાવ અને અધીરાઈ વધી શકે છે. પડવું, લપસવું અથવા શરદી, ઉધરસ, તાવ કે ઈન્ફેક્શન જેવી તકલીફથી સાવચેત રહેવું. ખટપટ કરનાર લોકોથી દૂર રહેવું. બજારના કામકાજમાં ધીરજ અને તકેદારી રાખવી. કોઈને સલાહ કે માર્ગદર્શન આપતા પહેલા વિચારવું કે તેમાં ગેરસમજ ન થાય. વાર્તાલાપ દરમિયાન વધુ કઠોર શબ્દોનો ઉપયોગ ટાળવો. ધીરજ અને સમજદારીથી વર્તવાથી પરિસ્થિતિ સરળ રહેશે.


યાત્રા અથવા જાત્રાના યોગ બની શકે છે. ધાર્મિક ભાવના અને લોકકલ્યાણના વિચારો વધશે. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે મુશ્કેલ વિષયમાં વધુ મહેનત કરવાથી સારા પરિણામ મળશે. બજારના કામકાજમાં લાભની શક્યતા છે. લગ્નસંબંધિત વાતચીત અથવા મુલાકાત માટે અન્યનો સહયોગ લેવો ફાયદાકારક રહેશે. વિદેશ જવાની ઈચ્છા ધરાવનાર માટે કોઈ કાર્યવાહી કરશો તો સારો પ્રતિસાદ મળી શકે છે.


કામકાજમાં વ્યસ્તતા અને માનસિક થાક અનુભવાઈ શકે છે. સમયનો વ્યય વધુ થાય અને સહયોગ ઓછો મળે તેવી સ્થિતિ બની શકે છે. તેથી ધીરજ અને આત્મવિશ્વાસ સાથે કામમાં લાગેલા રહેવું યોગ્ય છે. બજારના કામકાજમાં નિર્ણયશક્તિ થોડું ઓછું દેખાય, છતાં કામ પૂર્ણ થઈ શકે છે. ઘરનાં વડીલો અથવા ઓફિસના અધિકારીઓ સાથે મતભેદ થવાની શક્યતા છે, તેથી “ઓછું બોલવું અને વધુ સાંભળવું” ની નીતિ અપનાવવી યોગ્ય રહેશે. મુસાફરી થોડું કંટાળાજનક બની શકે છે.


સપ્તાહ દરમિયાન ક્યાંક લાભદાયી ચર્ચા થઈ શકે છે. મિત્રો અને સગાસ્નેહીઓ સાથેની મુલાકાતમાં તમારી મનપસંદ વાત સાંભળવા અથવા રજૂ કરવાની તક મળશે. બજારના કામકાજમાં ઉત્સાહ રહેશે. માર્કેટિંગ ક્ષેત્રમાં જૂના સંપર્કોને ફરી સક્રિય કરવાથી લાભ મળી શકે છે. મુસાફરી અથવા પ્રવાસનું આયોજન થઈ શકે છે. પેટ અથવા અપચાની તકલીફથી સાવચેત રહેવું. વડીલવર્ગને જૂની યાદો તાજી થઈ શકે છે અને તેઓ સામાજિક અથવા ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાવાની ઈચ્છા રાખે. કોઈ કાર્યમાં અન્યનો સહયોગ પણ મળી શકે છે.