નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીપ્રચારમાં ભાગ લેતા નેતાઓની બેગના ચેકિંગનો સિલસિલો ચાલી રહ્યો છે. ચૂંટણી પંચના અધિકારીઓએ તરફથી ગૃહપ્રધાન અમિત શાહના હેલિકોપ્ટરના ચેકિંગ પછી હવે અમરાવતીમાં રાહુલ ગાંધીના હેલિકોપ્ટર અને બેગનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે રાયગઢમાં NCP શરદ પવારની બેગનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ચૂંટણી પંચના અધિકારીઓએ શનિવારે અમરાવતીમાં કોંગ્રેસ નેતા અને લોકસભા નેતા ઉમેદવાર રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તપાસ કરી હતી. હવે રાયગઢમાં NCPના વડા શરદ પવારના હેલિકોપ્ટરની તપાસ થઈ હતી તેમ જ નાસિકમાં શિવસેના જૂથના નેતા સંજય રાઉતના બેગની પણ તપાસ કરવામાં આવી હતી.
આ પહેલાં ગૃહ મંત્રી અમિત શાહના ચૂંટણીપ્રચાર પહેલાં હિંગોલીમાં ચૂંટણી પંચના અધિકારીઓએ તેમની બેગ તપાસી હતી. આ અંગે પ્રતિક્રિયા આપતાં શાહે કહ્યું કે ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરતાં નેતાઓની બેગ ચકાસી રહ્યું છે. ભાજપ નિષ્પક્ષ અને સ્વસ્થ ચૂંટણી પ્રણાલીનો વિશ્વાસ કરે છે. તે તમામ નિયમોનું પાલન કરે છે.