ઉદગમ ટ્રસ્ટ દ્વારા ત્રિ દિવસીય શાસ્ત્રીય સંગીત સમારોહ યોજાયો
અમદાવાદ: ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વવિખ્યાત સિતારવાદક વિદુષી મંજુ નંદન મેહતાને સ્મરણાંજલિ આપવા ખાસ કાર્યક્રમ યોજાયો. ‘સ્વરમંજુષા’ નામનો આ ત્રિદિવસીય ધ્રુવ પર્વ-છઠ્ઠા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલ તારીખ ૨૦ થી ૨૨ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ગાંધીનગર સ્થિત આંબેડકર હોલ ગાંધીંનગર ખાતે યોજાયો હતો. ખાસ તો ગુજરાત સરકારના યુવા સેવા અને સંસ્કૃતિ વિભાગના કમિશ્નરના આર્થિક સહયોગથી તેમજ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતના સહકારથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉદગમના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીએ ધ્રુવ પર્વ-છઠ્ઠા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલમાં સૌનું શાબ્દિક સ્વાગત કરતા સંસ્થાના કાર્યોની માહિતી આપી હતી. ગાંધીનગરના આ એકમાત્ર શાસ્ત્રીય સંગીત સમારોહમાં સ્થાનિકથી લઈને વિવિધ આંતરરાષ્ટ્રીય કલાકરો ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલમાં પ્રસ્તુતિ રજૂ કરી. સાથે જ દરેક કલાકારે તેઓના મંજુ મેહતા સાથેના સ્મરણો વાગોળ્યા હતા.મુખ્ય મેહમાનપદે નવી દિલ્હીથી ખાસ યુનાઇટેડ નેશન ગ્લોબલ નેટવર્ક ઇન્ડિયાના રતનેશ જહાં અને અતિથિ વિશેષમાં અંજના સુરેશ મેહતા કે જેઓ પર્યાવરણ, રિક્રિએશન અને સાંસ્કૃતિક કમિટીના ચેરમેન છે તેઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગાંધીનગર મહાનગર પાલિકાના પૂર્વી મેહતા અને યુનીડોના સી. કન્સલ્ટન્ટ ડો. ઉમેશ મેનનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.વર્ષ ૨૦૨૪નું ઉદગમ કલા સમ્માન વૈષ્ણવાચાર્ય પં. પા. ગોસ્વામીજી રણછોડલાલજી અને ગાંધીનગરના બલવંત સિંધા ઉર્ફ બલ્લુનું આપવામાં આવ્યું હતું. સાથો-સાથ રતનેશ જહાંએ ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રચાર અને પ્રસાર માટેના આવા સુંદર આયોજન માટે ઉદગમની સરાહના સાથે અભિનંદન પાઠવ્યા હતા.ધ્રુવ પર્વ-છઠ્ઠા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલના પ્રથમ દિવસે સપ્તક વિદ્યાર્થીના શિષ્યો દ્રષ્ટિ જૈન, વૈષ્ણવી શાહ, દ્રષ્ટિ આચર્યએ વાયોલિન-સિતાર જુગલબંધીની અદભુત પ્રસ્તુતિ કરી હતી. તેઓની સાથે તબલા પર ચિરાગ પરડિયાએ સંગત કરી હતી.વૈષ્ણવાચાર્ય પં. પા. ગોસ્વામીજી રણછોડલાલજી મહોદયશ્રી (આભરણબાવાશ્રી)એ સંસ્કૃતમાં હવેલી સંગીત પરંપરાનું પ્રબંધ ગાયનની ખુબ જ સુંદર પ્રસ્તુતિ કરી અને તેમની સાથે હેમંત ભટ્ટ-પખવાજ, શિશિર ભટ્ટ-હાર્મોનિયમ, અર્પિત માંડવિયા-સારંગી પર સંગત કરી હતી.તબલાનવાજ ઉસ્તાદ ઝાકિર હુસૈનને શ્રદ્ધાંજલિ આપવા પ્રસિદ્ધ તબલાવાદક મુંજાલ મહેતાના શિષ્યો દેવર્ષ ત્રિવેદી, હિમજા ભોજક, રાકેશ વાણી, રાગ ગાંધી, સાથે અરુણ ઓઝાએ હાર્મોનિયમ પર સંગત કરીને પ્રેક્ષકોને સ્ટેન્ડિંગ ઓવેશન આપવા મજબુર કરી દીધા.બીજા દિવસે વૈષ્ણવાચાર્ય રસિકપ્રિતમજી મહોદય (લક્ષ્મણબાવાશ્રી), પખવાજ અને તેમની સાથે હાર્મોનિયમ પર શિશિરચંદ્ર ભટ્ટએ સંગત કરી હતી.
જયપુરથી આવેલ મંજુબેન મેહતાના ભત્રીજા અંકિત ભટ્ટે સુંદર સિતારવાદન કર્યું અને સપન અંજારિયાએ તબલા પર સાથ આપ્યો. અરવિંદ કેન્દ્રના વિધાર્થીઓએ પારૂલબેન મેહતાના નેતૃત્વમાં ઋષિરાજ પરમાર, હિમાદ્રી જોષી, વિનીતા ભટ્ટ, પલ્લવી પટેલ, ધરણી દેસાઈ, અમીષા સોલંકી, ધ્રુવી બખરિયા ખુબ જ સુંદર ગાયનની પ્રસ્તુતિ કરી હતી.તેમની સાથે મોહિત સુરાણી તબલા પર, હિમાંશુ ગાયકવાડ કી બોર્ડ પર, હાર્દિક ભટ્ટ હાર્મોનિયમ પર, જોન્ટી ઓક્ટોપેડ પર સંગત કરી હતી. બનારસથી પધારેલ મહિયર ઘરાનાના સિદ્ધિવીણા વાદક પં સિદ્ધાર્થ બેનર્જીએ સિદ્ધ વીણા વાદન સાથે રાકેશ વાણીએ તબલા પર અદભુત સંગત કરીને સહુ રસિકજનોને મંત્રમુગ્ધ કર્તયા હતા. દર્શકોએ વધુ વગાડવાનો આગ્રહ કરતા તેઓએ દાદરા વગાડીને મન મોહી લીધા.ત્રીજા દિવસે ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડાયરેકટર વિરાજ અમરએ ગાયનની પ્રસ્તુતિ કરી હતી. તેમની સાથે માતંગ પરીખ-તબલા પર, દીપેશ સુથાર હાર્મોનિયમ પર, વનરાજ શાસ્ત્રી સારંગી પર સાથ આપ્યો હતો. જોધપુરથી પધારેલ મહિયર ઘરાનાના માં અન્નપૂર્ણાના શિષ્ય વિશ્વવિખ્યાત સરોદ વાદક પં. બસંત કાબરા અદ્વિતિય સરોદ વાદન કર્યું અને સપન અંજારિયાએ ખુબ સુંદર તબલા સંગત કરી હતી.ગાંધીનગરના પિનાકીન વ્યાસે ખુબ સુંદર શાસ્ત્રીય ગાયન કરીને શ્રોતાઓને દાળ આપવા મજબુર કરી કર્યા અને તેમની સાથે તેમના સુપુત્ર દીપ વ્યાસે તબલા અને હાર્દિક ભટ્ટએ હાર્મોનિયમ પર સંગત કરી હતી.ધ્રુવ પર્વ- છઠ્ઠા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલનું સુંદર સંચાલન પારૂલબેન મેહતાએ કર્યું હતું અને ડો. મયુર જોષીએ આભાર દર્શન કરીને આવતા વર્ષે ફરી ધ્રુવ પર્વ-સાતમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલમાં પધારવા આમંત્રણ આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાનવા શીશીરચન્દ્ર ભટ્ટ, આશાબેન સરવૈયા, જયપ્રકાશ ભટ્ટ, રાકેશ પટેલ સીતારામ, રાહુલ, હિરેન, દેવાંશુ, અંશ, આદ્રા. સાધના, કુલદીપ, ફ્લોરિકાએ ભારે જેહમત ઉઠાવી હતી.