IL&FS માં ડૂબી શકે છે પ્રોવિડન્ડ ફંડ્સના હજારો કરોડ રુપિયા

નવી દિલ્હીઃ લાખો મધ્યમ વર્ગીય પગારધારકોના પ્રોવિડન્ડ અને પેન્શન ફંડ્સના હજારો કરોડ રુપિયા ડૂબવાનું સંકટ મંડરાઈ રહ્યું છે. એનાલિસ્ટ્સનું અનુમાન છે કે IL&FS અને તેની ગ્રુપ કંપનીઓમાં આ ફંડ્સના 15 થી 20 હજાર કરોડ રુપિયા લાગેલા છે. મામલાથી વાકેફ ત્રણ લોકોએ આ અંગે જાણકારી આપી છે.

આ ફંડોની બિલકુલ અપારદર્શી પ્રવૃત્તિના કારણે ફસાયેલી રકમનું યોગ્ય આંકલન તો નથી કરી શકાયું પરંતુ એક્સપર્ટ્સનું માનવું છે કે આનો આંકડો 20 હજાર કરોડ રુપિયા સુધી પહોચી શકે છે. યીએસ એનાલિસ્ટ્સે વિભિન્ન પહેલુઓ પર ધ્યાન રાખતા કહ્યું છે કે IL&FSને પૈસા આપનારાના 11,300 કરોડ રુપિયાથી લઈને 28,500 કરોડ રુપિયા સુધીનો ચૂનો લાગી શકે છે. રેગ્યુલેટરી ફાઈલિંગ સેવાથી ખ્યાલ આવે છે કે IL&FS પર 91 હજાર કરોડ રુપિયાનું દેણું છે. આની 61 ટકા બેંક લોન જ્યારે 33 ટકા ડિબેંચરો અને કોમર્શિયલ પેપોર દ્વારા લેવામાં આવેલું દેણું છે.

પ્રાઈવેટ મેનેજમેન્ટ વાળા પ્રોવિડન્ડ અને પેન્શન ફંડો માટે મોટુ જોખમ છે કારણ કે તેમને એમ્પ્લોય પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઈઝેશનની શરતો અંતર્ગત આમને કોઈપણ પ્રકારના નુકસાનની ભરપાઈ કરવાની રહેશે. હકીકતમાં ઈપીએફઓ આ પ્રકારની જ શરતોના આધાર પર કોઈને પર્સનલ રીતે રિટાયરમેન્ટના મેનેજમેન્ટની અનુમતી આપે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પ્રોવિડન્ડ ફંડોના રોકાણ પર નુકસાનની જાણકારી દરેક ત્રીમાસીક ગાળામાં આપવાની રહે છે. ઘણી મોટી કંપનીઓએ પોતાની ખોટ જણાવવાની શરુ કરી દીધી છે જ્યારે ઘણી અન્ય કંપનીઓ આ મામલે થોડી વધારે સ્પષ્ટતાની રાહ જોઈ રહી છે.

IL&FS માં સૌથી વધારે પૈસા યસ બેંક, પંજાબ નેશનલ બેંક, ઈન્ડસઈન્ડ બેંક અને બેંક ઓફ બરોડાના પૈસા ફસાયેલા છે. પરંતુ એ વાતની જાણકારી નથી મળી શકે કે તેમાં કયા પ્રોવિડન્ડ ફંડ અને પેન્શન ફંડની કેટલી રકમ ફસાયેલી છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર IL&FS ગ્રુપના કુલ 40 ટકા બોન્ડ્સ પ્રોવિડન્ડ ફંડ પાસે હોવાનું અનુમાન છે તો IL&FS દ્વારા આ મામલે કોઈ જ નિવેદન આપવાથી ઈનકાર કરવામાં આવ્યો.