મહારાષ્ટ્રઃ 14 જણનું ભક્ષણ કરનાર વાઘણ અવનિને આખરે ઠાર કરાઈ

મુંબઈ – મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના પાંઢરકવડા જંગલ વિસ્તારમાં નરભક્ષી વાઘણ અવનિ (T1)ને ગઈ કાલે રાતે ઠાર મારવામાં આવી છે. એણે 14 માનવીઓનું ભક્ષણ કર્યું હોવાનું મનાય છે.

અવનિ વાઘણ માનવીનું ભક્ષણ કરીને પાછી જંગલમાં ભાગી જતી હતી. છેલ્લા એક વર્ષથી એનો ત્રાસ હતો. આખરે એને ઠાર કરવા માટે મહારાષ્ટ્રના વન વિભાગે અસગર અલી નામના એક નિષ્ણાત શૂટરને રોક્યો હતો. એણે રાલેગાંવ ફોરેસ્ટ રેન્જમાં વાઘણને ઠાર મારી હતી.

મહારાષ્ટ્ર વનવિભાગે વાઘણ અવનિ સામે શૂટ-એટ-સાઈટનો ઓર્ડર જારી કર્યો હતો.

ગઈ 16 ઓક્ટોબરે મુંબઈ હાઈકોર્ટની નાગપુર બેન્ચે વનવિભાગ પાસે જવાબ માગ્યો હતો.