“રામ કી જન્મભૂમિ” ફિલ્મ વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યો મુગલ બાદશાહનો વંશજ

નવી દિલ્હીઃ છેલ્લા મુગલ બાદશાહના વંશજ હોવાનો દાવો કરનારા પ્રિંસ યાકૂબ હબીબુદ્દીન તુસીએ રામકી જન્મભૂમિ ફિલ્મના રિલિઝ પર રોક લગાવવાની માંગ કરી છે. તુસીની આ માંગ પર દિલ્હી હાઈકોર્ટે ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે જો સંવિધાન દ્વારા આપવામાં આવેલી અભિવ્યક્તિની આઝાદી કાયમ રહે છે, તો આ મામલે લોકોને સહિષ્ણુ બન્યા રહેવું પડશે. જસ્ટિસ વિભૂ બાખરુએ કહ્યું કે, સાચો હોય કે ખોટો પરંતુ કોર્ટ તે વિચારની સાથે છે, જેમાં સંવિધાનના આર્ટિકલ-19 ના સંબંધમાં લોકોને સહિષ્ણુ બન્યા રહેવું પડશે.

હાઈકોર્ટે મૌખિક રુપે આ ટિપ્પણી પોતાને મુગલ બાદશાહ બહાદુર શાહ જફરનો વંશજ ગણાવનારા પ્રિંસ હબીબુદ્દીન તુસીની એક અરજી પર કરી. તુસી ઈચ્છે છે કે રામની જન્મ ભૂમિ ફિલ્મને રિલીઝ થવા દેવામાં ન આવે. તેમનો દાવો છે કે ફિલ્મમાં મુગલ પરિવાર અને ખાસ કરીને બાબરને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. હબીબુદ્દીનનું કહેવું છે કે આ ફિલ્મ દ્વારા તેમના પર અને મુગલ પરિવાર પર વ્યક્તિગત હુમલો કરવાનો પ્રયત્ન છે. આનાથી રાષ્ટ્રની એકતા અને સંપ્રભુતા ખરડાશે.

પોતાની અરજીમાં પોતાને છેલ્લા મુગલ બાદશાહના વંશજ ગણાવનારા તુસીએ ફિલ્મના ટાઈટલને વિવાદિત ગણાવ્યું છે અને આને બદલવાની માંગ કરી છે. અરજીકર્તાએ કોર્ટને અનુરોધ કર્યો કે કોર્ટ ફિલ્મના એ ભાગને હટાવવા માટે કહે, જેમાં આપત્તિજનક વાતો સમાવિષ્ટ છે અને આનાથી હિંદૂ-મુસલમાન વચ્ચે રમખાણ થઈ શકે છે.

હાઈકોર્ટે કહ્યું કે અરજીમાં સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે ફિલ્મનો કયો ભાગ અથવા કન્ટેન્ટ અરજીકર્તા અને તેમના પરિવારની ગરિમાને ઠેસ પહોંચાડનારો છે અથવા રાષ્ટ્રની સંપ્રભુતા માટે ખતરો છે. કોર્ટે તુસીને નિર્દેશ આપ્યો છે કે તે આ મામલે સંશોધિત અરજી રજુ કરે.