ટીપુ સુલતાનની બંદૂક-તલવારની હરાજી, આટલા રુપિયામાં વેચાઈ

લંડનઃ બર્ક શાયરમાં થયેલી એક હરાજીમાં ટીપુ સુલતાનના અસ્ત્રોશસ્ત્રોની બોલબાલા રહી. આ અસ્ત્ર અને શસ્ત્રોમાં ટીપુ સુલતાનની ચાંદીજડિત બંદૂક અને સોનાની તલવારનો સમાવેશ થાય છે અને આની હરાજી કુલ 107,000 પાઉન્ડમાં થઈ.
આ સંગ્રહમાં 14 બોલી ચાંદીજડિત 20 બોરવાળી બંદૂકની લાગી. ટીપુની આ બંદૂકની હારજી 60,000 પાઉન્ડમાં થઈ. આ બંદૂકની ઉલ્લેખ નોટમાં લખવામાં આવ્યું છે કે સંભવતઃ આ બંદૂકને સીધી જ યુદ્ધક્ષેત્રમાંથી ઉઠાવવામાં આવી હશે, કારણકે આ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત છે. બંદૂક બાદ સૌથી વધારે 58 બોલી સ્વર્ણ અલંકૃત તલવારની લાગી, જેને આશરે 18,500 પાઉન્ડમાં ખરીદવામાં આવી.
આ હરાજીની જાણ થયા બાદ ભારતીય ઉચ્ચાયોગે બર્કશાયર સ્થિત નીલામી ઘર એન્ટની ક્રાઈબ લિમિટેડને આ સામગ્રીઓને પાછી ભારત મોકલવા પર વિચાર કરવા કહ્યું. ટીપુ મૈસૂર રિયાસતના શાસક હતા. વર્ષ 1799માં સેરિંગપટમમાં યુદ્ધ દરમિયાન તેનું મોત થયું હતું. બાદમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના મેજર થોમસ હાર્ટ આ હથિયારોને પોતાની સાથે લઈ ગયાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]