નાસા અને એઆઈએ શોધી 8 ગ્રહોવાળી એક અન્ય સોલર સિસ્ટમ

લંડનઃ અમેરિકી સ્પેસ એજન્સી નાસાને એક મોટી સફળતા મળી છે. નાસાના કેપલર સ્પેસ ટેલિસ્કોપે એક મોટી સોલાર સિસ્ટમ શોધી કાઢી છે. હકીકતમાં આ સ્ટાર સિસ્ટમ પહેલાં જ શોધવામાં આવી હતી અને હવે ત્યાં જ આઠમાં ગ્રહની ઓળખ કરી લેવામાં આવી છે.સૂર્ય અથવા તેના જેવા જ કોઈ અન્ય તારાની પરિક્રમા કરવાના મામલે કેપલર-90 સિસ્ટમની તુલના આપણા સૌરમંડળથી કરી શકાય છે.

સૌથી મહત્વની વાત એ છે કે આ શોધમાં ગૂગલ દ્વારા આર્ટિફિશિયલ ઈંટેલિજન્સની મદદ લેવામાં આવી હતી કે જે મનુષ્યોને રહેવા યોગ્ય ગ્રહોની તપાસ કરવામાં સારી એવી મદદ કરશે. કેપલર-90 સોલર સિસ્ટમના આ આઠમા ગ્રહનું નામ કેપલર-90I છે. ગૂગલ અને નાસા આ પ્રોજેક્ટ દ્વારા આપણા જેવા જ અન્ય સૌરમંડળોની શોધ દ્વારા આશા બંધાઈ રહી છે કે બ્રહ્માંડ અન્ય કોઈ ગ્રહ પર એલિયન્સનું અસ્તિત્વ હોઈ શકે છે.

રસપ્રદ વાત અહીંયા એ છે કે કેપલર-90ના ગ્રહોની વ્યવસ્થા આપણા સૌરમંડળ જેવી જ છે.તેમાં પણ નાના કદના ગ્રહો આપણા ગ્રહથી નજીક છે અને મોટા ગ્રહો તેનાથી ખૂબ જ દૂરના અંતરે વિદ્યમાન છે. નાસાના જણાવ્યા અનુસાર આ શોધથી પ્રથમવાર સ્પષ્ટ થયું છે કે દૂર ક્યાંક ગેલેક્સીમાં આપણા જેમ જ કોઈ પરિવારની ઉપસ્થિતી છે. અને તે સૌરમંડળ આપણા ગ્રહથી આશરે 2 હજાર 545 પ્રકાશ વર્ષ દૂર છે.