કેલિફોર્નિયાના આ લાઈટ હાઉસની દેખરેખ માટે મળશે 91 લાખ સેલેરી

વોશિંગ્ટનઃ અમેરિકાના એક રાજ્ય કેલિફોર્નિયાના એક દ્વીપ પર નોકરી કરવા માટે 1,30,000 ડોલર એટલે કે ભારતીય કરન્સી પ્રમાણે 91,64,350 રુપિયાનું વેતન આપવાની જાહેરાત કરાઈ છે. આ વેતન દ્વીપ પર ઐતિહાસિક લાઈટ હાઉસની દેખરેખ કરનારા લોકોને આપવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઈસ્ટ બ્રધર લાઈટ સ્ટેશન સૈન પાબ્લો ખાડીમાં સ્થિત છે જે બૃહદ સૈન ફ્રાંસિસ્કો ખાડીનો ભાગ છે. આ લાઈટ હાઉસની સ્થાપના વર્ષ 1874માં કરવામાં આવી હતી જેથી સૈન ફ્રાંસિસ્કો આસપાસના વિસ્તારોમાં નાવિકોને નેવિગેટ કરવામાં મદદ કરી શકાય.

આ લાઈટ હાઉસને 1960ના દશકમાં સ્વચાલિત બનાવી દેવામાં આવ્યું હતું જે અત્યાર સુધી કામ કરી રહ્યું છે. આનું સ્વામિત્વ અમેરિકી તટરક્ષક દળ પાસે છે અને આની દેખરેખ ગૈર લાભકારી સમૂહ ઈસ્ટ બ્રધર લાઈટ હાઉસ કરે છે.

આ લાઈટ હાઉસ પર 1979થી બેડ અને બ્રેકફાસ્ટ સાથે પર્યટકોને રોકાવાની વ્યવસ્થા ચાલી રહી છે જેનાથી પર્યાપ્ત આવક થાય અને તેનાથી આ લાઈટ હાઉસની દેખરેખ કરવામાં આવે છે. કેલિફોર્નિયાના રિચમંડના સ્થાનીય મેયર ટોમ બટ્ટે મીડિયાને જણાવ્યું કે મે આના પર 40 વર્ષ કામ કર્યું છે. શરુઆતમાં આને છોડી દેવામાં આવ્યું હતું. અમે આની દેખરેખ માટે પૈસા એકત્ર કરવાની રીત શોધી.

ટુરિસ્ટો અહીંયા રોકાય છે અને તેમાંથી જે કમાણી થાય છે તેનો ઉપયોગ આ ઐતિહાસિક ઈમારતના રખરખાવ અને મરમ્મતમાં કરવામાં આવે છે. તો ઈસ્ટ બ્રધરની વેબસાઈટ અનુસાર આમાં કામ કરવા માટે અરજી કરનારા લોકોને આતિથ્ય ઉદ્યોગનો અનુભવ હોવો પણ જરુરી છે સાથે જ અમેરિકી કોસ્ટ ગાર્ડ કમર્શિયલ બોટ ઓપરેટર લાઈસન્સ પણ હોવું જરુરી છે.