સાડા પાંચ કિલો ગાંજા સાથે લાઠીમાંથી ઝડપાયો શખ્સ…

0
1138

અમરેલી-યુવાવર્ગને નશાની ગર્તમાં ધકેલી દેતાં નશીલા પદાર્થો ઝડપવાની ખાસ કાર્યવાહી સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. જેની સતર્કતાને લઇને અમરેલીના લાઠીમાંથી ગાંજાનો વેપલો કરનાર શખ્સ ઝડપાયો છે. આ શખ્શ ગાંજાનો જથ્થો લાવી ઉનામાં વેચાણ કરતો હતો. ઊનાના ટાવર ચોકમાંથી જિલ્લા પોલિસની SOG ટીમે તેની ધરપકડ કરી છે.જિલ્લા SOG પોલિસે કુલ 5.50 કિ.લો.ના જથ્થા સાથે આ શખ્સને ઝડપી પાડ્યો છે. ઊના ટાવર ચોક નજીક એક શખ્સ એક્ટિવામાં છૂટક ગાંજો વેચતો હોવાની બાતમીને આધારે પોલિસે દરોડા પાડ્યાં હતાં. ચોક્કસ બાતમીને આધારે પાડેલા દરોડામાં પોલિસએ ગાંજાના જથ્થા સાથે આરોપીને સકંજામાં લીધો છે. પોલિસની પ્રાથમિક તપાસમાં આરોપી ઊનાનો જ હોવાનું જાણવા મળ્યું છે. આ શખ્સ અમરેલીના લાઠી ગામેથી ગાંજો લાવી વેચતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ સમગ્ર મામલે પોલિસે વધુ પૂછપરછ હાથ ધરી તપાસ શરૂ કરી છે.