‘The Rule Breakers’ લેખિકા સાથે સંવાદ, આ રીતે ઘડે છે સ્ટોરીલાઈન…

અમદાવાદઃ પ્રભા ખૈતાન ફાઉન્ડેશન અને કર્મા ફાઉન્ડેશનના સહયોગથી  બેસ્ટ સેલિંગ  લેખિકા પ્રીતિ શિનોય સાથે  અમદાવાદના રાઈટ સર્કલની પ્રથમ બેઠકમાં હાઉસ ઓફ એમજી  ખાતે વાર્તાલાપનુ આયોજન કરવામાં આવ્યું  હતું. લેખિકાએ તેના ચાહકો તથા સાહિત્ય કલબના સભ્યો  તેમજ ઉગતા લેખકો સાથે ખૂબ જ નિખાલસપણે વાતચિત કરી. પ્રીતિ શિનોયનો ભારતનાં પાંચ બેસ્ટ સેલીંગ લેખકોમાં સમાવેશ થાય છે. તેમણે છેલ્લા 12 વર્ષમાં 11 પુસ્તકો લખ્યાં છે.

પ્રીતિ શિનોયે પોતાના બાલ્ય કાળમાં ઉત્સુક વાચક તરીકે કરેલી શરૂઆત પછી બ્લોગ રાઈટર અને હવે લેખિકા તરીકેની પોતાની સાહિત્યિક સફર અંગે વિગતે વાત કરી હતી. શ્

રોતાઓ તાજેતરમાં જ નવા પ્રકાશિત થયેલા તેમના પુસ્તક ‘The Rule Breakers’ અંગે જાણવા ખૂબ જ આતુર હતા. તેમણે પોતાના વિચારોની અભિવ્યક્તિ કરતાં જણાવ્યું કે તેમને નવા યુગના લેખક તરીકે ઓળખવામાં આવે છે તે તેમને ગમતુ નથી, કારણ કે હાલમાં ‘છોકરો છોકરીને મળે’ તે પ્રકારની વાત કેટલાક પ્રેરણાદાયી અવતરણો સાથે મૂકી દેવાય છે. આથી વિપરીત તે સંશોધન આધારિત લેખન કરતી લેખિકા છે. તે વાર્તામાં કોઈ છટકબારીઓ છોડતાં નથી અને સ્ટોરીલાઈન બાબતમાં તે વિગતો અંગે ખૂબ જ ચોકસાઈપૂર્વક ધ્યાન રાખતાં હોય છે.