ભોજન સાથે ફ્રીમાં ફિલ્મ નિહાળવાનો જલસો, કે સેરાસેરાએ અમદાવાદમાં ખોલી નવી રેસ્ટોરન્ટ

અમદાવાદ– દેશભરમાં ફિલ્મ નિર્માણ,  વિતરણ અને એક્ઝિબિશન ક્ષેત્રે નિપુણતા ધરાવતાં તેમ જ  360 ડીગ્રી મીડિયા અને મનોરંજન કંપનીઓની ધરાવતા પ્રસિદ્ધ કે સેરા સેરા (કે એસએસ) જૂથે ભારતમાં સૌ પ્રથમ વાર રેસ્ટોરન્ટ પ્લસ સિનેમાનો સમન્વય કરીને  ”છોટુ મહારાજ” બ્રાન્ડ નેમ હેઠળ આ નવો પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં ”છોટુ મહારાજ” રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ ભોજન સાથે ફિલ્મ વિનામૂલ્યે (કોમ્પલીમેન્ટરી) જોઈ શકાશે.

છોટુ મહારાજ રેસ્ટોરન્ટનો આકર્ષક લૂક

”છોટુ મહારાજ” સિને રેસ્ટોરન્ટસ એ 50 ફૂટ વ્યાસ ધરાવતી ડોમ શેપની જગા છે જ્યાં ગ્રાહકો ખૂબ જ હાઈક્લાસનુ ઉત્તમ ગુણવત્તા ધરાવતુ  7 કોર્સ ભોજન રૂ. 300/ 400/ અને રૂ. 500/ના ખૂબ જ પોસાય તેવા દરે પૂરૂ પાડશે. આ ઉપરાંત લકઝૂરિયસ વાતાવરણમાં  મિત્રો અને પરિવારની  સાથે ભોજન લેતાં લેતાં લેટેસ્ટ  નવી ફિલ્મ વિનામૂલ્યે (કોમ્પલીમેન્ટરી) જોઈ શકાશે. વિમાન અથવા ટ્રેઈન અથવા કલબની  જેમ મહેમાનનો મુખ્ય ઉદ્દેશ  પ્રવાસ અથવા આરામનો હોય છે. અને તેમને મળેલા સમયમાં ફિલ્મ જોવાનો અથવા તો અન્ય પ્રકારે મનોરંજન મેળવવાનો હોય છે.તેવા અભિગમ સાથે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.કે સેરા સેરા ગ્રુપના ચેરમેન સતીષ પંચારીયાએ આ અવસરે જણાવ્યું કે” અમે ફ્રેન્ચાઈઝી મોડલ વડે 3 વર્ષના ગાળામાં 9,000થી વધુ સિને રેસ્ટોરન્ટસની સ્થાપના  કરીને ભારતમાં ગ્રાસ રૂટ લેવલે પહોંચવા માગીએ છીએ.  આ અનોખી રીતે ડિઝાઈન કરવામાં આવેલા કન્સેપ્ટમાં ફ્રેન્ચાઈઝી માલિક માત્ર રૂ. 25 લાખનુ રોકાણ કરશે અને 100 બેઠકની રેસ્ટોરન્ટનો માલિક બનશે. સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રકચર,  ડોમ ફર્નિચર, પ્રોજેકટર મુવી, ઉત્તમ કક્ષાનુ ભોજન ટેકનોલોજી હાર્ડવેર એને સોફટવેર કેએસએસ પૂરૂ પાડશે.  ”છોટુ મહારાજ” ખાતે ગ્રાહકોને નાણાંનુ ઉત્તમ વળતર મળવાને કારણે ખૂબ જ આનંદ થશે. ફ્રેન્ચાઈઝી પણ ઓછા મૂડીરોકાણ અને ઉંચા વળતરને  કારણે આનંદિત થશે. ઉદ્યોગ પણ ગ્રાસરૂટ લેવલે પહોંચી શકાવાને કારણે આનંદિત થશે. ટૂંકમાં ”છોટુ મહારાજ” નો આ ક્રાન્તિકારી  અભિગમ  તેની સાથે સંકળાયેલા દરેક પાસા માટે લાભદાયી સ્થિતિ બની રહેશે.”કે સેરાસેરા(કેએસએસ) હાલમાં 100 હાઈ ક્વોલિટી મિનીપ્લેક્સનુ નિર્માણ કરી રહ્યું છે. જેમાંથી 30 કાર્યરત થઈ ગયા છે. ત્યાં દર્શકો અડધા ખર્ચે  100 ટકા હાઈ ક્વોલિટી મલ્ટીપ્લેક્સનો અનુભવ માણી શકે છે.ગ્રુપના ડિજિટલ મૂવી ડીસ્ટ્રિબ્યૂશન  બિઝનેસ અંગે વાત કરતાં પંચારીયાએ જણાવ્યું કે ”  અમે ભારતના બીજા નંબરના સૌથી મોટા ડિજિટલ સર્વિસ પ્રોવાઈડર છીએ અમે દેશમાં એચડી ટેકનોલોજી લાવવામાં પાયોનિયર છીએ. “વર્ષ દરમ્યાન અમારી અનોખી અને સક્ષમ પ્રોપાયટરી ટેકનોલોજી વડે 3000 જેટલી બોલિવૂડની અને  તમામ ભાષાઓમાં પ્રાદેશિક ફિલ્મો રજૂ કરવામાં આવી  રહી છે.  600થી વધુ થિયેટરોએ અમારી માલિકીની ટેકનોલોજીનો અનુભવ કર્યો છે. દર વર્ષે કેએસએસ 10 મિલિયનથી વધુ લોકો સુધી પહોંચે છે અને મૂવી જોવાનો ખૂબ જ હાઈ ક્વોલિટી અનુભવ પૂરો પાડે છે. ”

કે સેરાસેરા ગ્રુપ સરકાર, સરકાર રાજ, ગોલમાલ, અબતક છપ્પન, પાર્ટનર, ડરના મના હૈ જેવી ફિલ્મોના નિર્માણમાં  સહાયક બન્યું છે અને 100થી વધુ ફિલ્મોનુ વિતરણ કરી ચૂક્યું છે.