અમદાવાદ: 1 ડિસેમ્બર બાદ ઓનલાઈન પોર્ટલ પરથી રૂમ કરાવતા પહેલા આ જાણવું જરૂરી

અમદાવાદ- અમદાવાદ ખાતેની હોટલો આવતીકાલથી એટલે કે 1 ડિસેમ્બરથી ઓનલાઈન પોર્ટલોનો બહિષ્કાર કરવા જઈ રહી છે. જો તમે ૧ ડિસેમ્બર પછી ગો આઈબીબો.કોમ અને મેકમાઈ ટ્રિપ.કોમ જેવા ઓનલાઈન પોર્ટલ ઉપર રૂમ બુક કરાવવાની યોજના બનાવી રહ્યાં છો તો આ સમાચાર ધ્યાનમાં લેવા જરૂરી છે. ઓનલાઈન પોર્ટલો દ્વારા અનિશ્ચિત ડિસ્કાઉન્ટ અને ઓફર્સને કારણે હોટલોના માર્જિનમાં ઘટાડો થયો છે અને બિઝનેસમાં અવિશ્વાસનિયતા ઉભી કરાવામાં આવી છે.

ગત શુક્રવારે લગભગ ૩૦૦ હોટલના માલિકોની બેઠક પછી બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓનલાઈન પોર્ટલ ગેરવાજબી ઓફર આપે છે જેના કારણે હોટલના માલિકોને નુકસાન સહન કરવું પડે છે, તેના કારણે ઓનલાઈન પોર્ટલને બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર શરૂઆતમાં ઓનલાઈન પોર્ટલ ૧૦ ટકા સુધી કમિશન લેતા હતાં તે પછી હવે ઓનલાઈન પોર્ટલ ૪૦ ટકા સુધી કમિશન વસુલ કરે છે. આ ઉપરાંત હોટલના માલિકો સાથે કોઈ પણ ચર્ચા કર્યા વગર વિવિધ સ્કિમોની જાહેરાત કરવામાં આવે છે. હોટલના માલિકોને આની સૌથી વધારે અસર થઈ છે. ઓનલાઈન પોર્ટલને કમિશન આપવાથી તેની નફાકારતા ઉપર અસર થવાની સાથે નુકસાન પણ કરતી હોય છે.ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં લગ્નની સીઝન શરૂ થવાની છે. જેમાં ગુજરાતની બહારના લોકો પણ મુલાકાતે આવતા હોય છે. આ ઉપરાંત જાન્યુઆરીથી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ થવાની છે. અમદાવાદમાં ૧૧,૦૦૦ રૂમની ઈન્વેન્ટરી છે તેની સામે પપ૦૦ રૂમની માગ જોવા મળી રહી છે. સૌથી વધારે રૂમની માગ વાઈબ્રન્ટ ગુજરાત સમિટના સમય રહેતી હોય છે જેમાં હોટલોમાં હેવી બુકિંગ જોવા મળે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]