વ્રતતહેવાર ઉત્સવઃ શ્રાવણની શરુઆત પૂર્વે માર્ગો પર મૂર્તિઓ દેખાઈ

0
1319

અમદાવાદ- અષાઢ-શ્રાવણ માસ આવતાની સાથે જ વ્રત-તહેવાર-ઉત્સવ-મેળાની શરુઆત થઇ જાય. દરેક પ્રાંત, શહેર-ગામમાં પોતાની પરંપરા પ્રમાણે ભગવાનની ભક્તિ-ઉત્સવો મનાવાય છે. કેટલાક ઉત્સવોની ઉજવણી પૂર્વે માર્ગો પર જ કામગીરી કરતાં હજારો કારીગરો મૂર્તિઓ બનાવવાનું વેચાણ કરવાનું કામ કરી રોજગારી મેળવતા હોય છે.અમદાવાદ શહેરના ગુલબાઇ ટેકરા જેવા અનેક સ્થળોએ ઉત્સવો સમયે મૂર્તિ બનાવી વેચાણ કરતા લોકો નજરે પડે છે. થોડાક જ દિવસોમાં શરુ થનારા દશામાના વ્રત અને ગણેશના ઉત્સવ પૂર્વે નાની મોટી મૂર્તિઓ માર્ગો પર દેખાવાની શરુઆત થઇ ગઇ છે. હાલ શહેર આખુંય દબાણ મુક્ત અને આડેધડ ટ્રાફિક મુક્ત બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ગુલબાઇ ટેકરા જેવા અનેક મૂર્તિકારો અત્યારની પરિસ્થિતિમાં મુંઝવણ અનુભવી રહ્યા છે. શહેરના માર્ગો પર કેટલાક સ્થળોએ દશામાંની મુર્તિઓનું વેચાણ થતું નજરે પડે છે.
અહેવાલ-તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ