પાણી પુરીથી 50ને ફૂડ પોઇઝનિંગ, આરોગ્યવિભાગ દોડતો થયો

0
2059

બનાસકાંઠા: ગરમીની સીઝનમાં પાણીપુરી ખાવાથી બચવું જોઇએ તેવું કહેવાય છે તે માનવું પડે તેવી ઘટના સામે આવી છે. બનાસકાંઠાના પાંથાવાડામાં પાણીપુરી ખાવાથી લગભગ 50 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે.

તમામને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અસર પામનારાંઓમાં નાના બાળકો પણ છે જેને લઇને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. 2 દિવસમાં નાના બાળકો સહિત 50 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે.

તમામની સારવાર ચાલી રહી છે. આરોગ્યવિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું હતું કે પાણીપુરી ખાવાથી આ તમામ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું.