હિમાચલમાં પલટી ગુજરાતની બસ, 15 પ્રવાસીને ઇજા

0
1892

અમદાવાદ- હિમાચલ પ્રદેશમાં ફરવા ગયેલાં ગુજરાતીઓની ખાનગી બસ પલટી ગઇ હતી. આ ઘટનામાં સદભાગ્યે જાનહાનિ થઇ નથી પરંતુ 15 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયાં છે. ગાંધીનગર પાસિંગની આ બસમાં કુલ 30 પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યાં હતાં.હિમાચલ પ્રદેશના બિલાસપુર નેશનલ હાઇવે 21 ઉપરના ઘાગાસ ગામ પાસે ગુજરાતની બસ પલટી ખાઈ ગઇ હતી. જેના પગલે 16 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની પહોંચી નથી.

વેકેશનની રજાઓ અને ભારે ગરમીની સીઝનથી ત્રસ્ત ગુજરાતીઓ હિમાચલપ્રદેશના ઠંડાવિસ્તારોમાં ફરવા માટે મોટી સંખ્યામાં પહોંચી જાય છે. જેમાં કૂલુ મનાલી જેવા પહાડી વિસ્તારો ફેવરિટ પ્રવાસી સ્થળ ગણવામાં આવે છે. જોકે, ક્યારેક ગુજરાતીઓને આવા સ્થળોએ અકસ્માતનો સામનો પણ કરવો પડે છે. આવી જ એક ઘટના હિમાચલ પ્રદેશમાં ગુજરાતની એક પ્રવાસી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે.