હવે પ્રીપેડ સિમથી પણ ઈન્ટરનેશનલ કોલ, સ્કેમથી બચવા…

નવી દિલ્હીઃ ટ્રાઈએ દેશના કરોડો પ્રિપેડ સીમ ધારકોની મોટી રાહત આપી છે. દૂર સંચાર નિયામકે 6 વર્ષ જૂના નિયમને બદલતા પ્રીપેડ સિમધારકોને ઈન્ટરનેશનલ કોલ કરવા અથવા રિસીવ કરવાની સુવિધા પ્રદાન કરી દીધી છે. ટ્રાઈએ પ્રીપેડ ગ્રાહકોને મીસ્ડ કોલ સ્કૈમથી બચાવવા માટે 2012 માં ઈન્ટરનેશનલ કોલ કરવા અને રિસીવ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

ટ્રાઈએ 7 સપ્ટેમ્બર 2012ના રોજ તમામ ટેલીકોમ કંપનીઓને કેટલાક દીશા નિર્દેશ આપ્યા હતા. આ અંતર્ગત ટ્રાઈએ ટેલીકોમ કંપનીઓને કહ્યું હતું કે કોઈપણ પ્રીપેડ ગ્રાહકોને તેમની સ્પષ્ટ સહમતી વગર ઈન્ટરનેશનલ કોલની સુવિધા ઉપ્લબ્ધ ન કરાવવામાં આવે. ટ્રાઈએ ગ્રાહકોના હિતોની રક્ષા માટે આ નિર્દેશ આપ્યો હતો. આમાં કહેવામાં આવ્યું કે જે પ્રીપેડ ગ્રાહકોને ઈન્ટરનેશનલ કોલની સુવિધા પ્રદાન કરવામાં આવી રહી છે, તે 60 દિવસ બાદ બંધ કરી દેવામાં આવશે. જો કોઈ ગ્રાહક પોતાના ઈન્ટરનેશનલ કોલની સુવિધાને ચાલુ રાખવા ઈચ્છે છે તો પછી ફરીથી સ્પષ્ટ સહમતી આપવી પડશે. તમામ પ્રીપેડ ગ્રાહકોને ઈન્ટરનેશનલ કોલની સુવિધા ઉપ્લબ્ધ કરાવવાને લઈને ટ્રાઈએ 22 એપ્રિલના રોજ નોટિફિકેશન જાહેર કર્યું છે.

Wangiri એક જાપાની શબ્દ છે. આનો અર્થ રિંગ અને ડ્રોપ થાય છે. આ એક ફોન કોલ સ્કેમ છે. આ અંતર્ગત એક ઓટોમેટિક સિસ્ટમ દ્વારા કેટલાક મોબાઈલ નંબરોને પસંદ કરીને કોલને મિસ્ડ કોલ કરવામાં આવે છે અથવા તો પછી કોઈ પ્રમોશનલ મેસેજ મોકલવામાં આવે છે. ત્યારબાદ તે લોકો આશા રાખે છે કે જે મોબાઈલ ગ્રાહકો પાસે મીસ્ડ કોલ કે મેસેજ ગયા છે, તે લોકો ફરી પાછો તે જ નંબર પર ફોન કરશે.