સરકારી બેંકોને આદેશઃ 50 કરોડથી વધુ NPAની તપાસ કરી CBIને જણાવો

0
1863

દિલ્હી-દેશનો સૌથી મોટો બેંકિગ ગોટાળો બહાર આવ્યાં બાદ નાણાં મંત્રાલયે બધી જ સરકારી બેંકોને આદેશ કર્યો છે કે તેઓ સમય રહેતાં આવા મામલાઓની તપાસ કરે. સાથે જ એ વ્યવહારની જાણ સીબીઆઈને કરે.નાણાં મંત્રાલયે ભારપૂર્વક બેંકોને જણાવ્યું છે કે સંભવિત છેતરપિંડીથી બચવા માટે 50 કરોડથી ઉપરના બધાં એનપીએ ખાતાંઓની તપાસ કરવામાં આવે. મની લોન્ડરિંગ નિરોધક કાનૂન-ફેમા-આયાતનિકાસ નિયમોના ઉલ્લંઘનથી જોડાયેલ મામલાઓની તપાસ કરવા ઇડી અને રેવન્યૂ ઇન્ટેલિજન્લ એજન્સીને તપાસમાં શામેલ કરવા જણાવાયું છે.

શંકાસ્પદ જણાય તેવા નાણાકીય વ્યવહાર અને ટેકનિકલ જોખમથી નીપટારો કરવા એક્શન પ્લાન તૈયાર કરી વરિષ્ઠ અધિકારીઓની જવાબદારી નક્કી કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે. એક્શન પ્લાન બનાવવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

સાથે જ જણાવાયું છે કે આગળ જઇને મોટું જોખમ બની શકે તેવી ખામીઓ શોધવી અને દરેક સરકારી બેંકે પોતાને ઇડીએસ અને સીટીઓ સાથે ટીમ બનાવવી જે વ્યવસ્થામાંથી છીંડા શોધી કાઢે. બેંકોનું તુલનાત્મક આકલન કરે અને ખતરાને સમય રહેતાં ખતમ કરે.