GST દરોડામાં જપ્ત થયા 94 કરોડના પાર્સલ, હીરાના વેપારીઓ ચિંતામાં

મુંબઈ- જીએસટી ચોરીના દરોડાનો પહેલો માર આંગડિયા વર્કર્સ પર પડ્યો છે કે જેમના દ્વારા મોકલવામાં આવેલા 94 કરોડ રૂપિયાનું કુરીયર ગત સપ્તાહે મુંબઈમાં જપ્ત થયું છે. આમાં શુદ્ધ હીરા, સોનાના બિસ્કીટ, જ્વેલરી કેશ જેવી મુલ્યવાન વસ્તુઓનો સમાવેશ થાય છે. આ દરોડાથી રત્ન કલાકારોને પોતાના વ્યવસાયમાં નુકસાન થવાનો ડર છે જે આ કુરીયરના અનઔપચારીક પરંતુ વિશ્વસનીય નેટવર્ક પર નિર્ભર છે.

જીએસટી વિભાગ હવે ઈન્કમ ટેક્સ અને કસ્ટમ ઓફિશલ્સની મદદથી આ સોનાના બિસ્કીટના સોર્સની જાણકારી પ્રાપ્ત કરવાની કોશિષ કરી રહ્યા છે કે આ વિદેશમાં બનાવેલી વસ્તુ તસ્કરી કરીને ક્યાંક અહીંયા લાવવામાં તો નથી આવીને. હકીકતમાં 5 જાન્યુઆરીના રોજ આંગડીયા વર્કર્સના ગુજરાતથી મુંબઈ આવેલા 85 કુરિયર્સને જપ્ત કરવામાં આવ્યા અને અધિકારીક કાગળીયા ન હોવાથી આની ખેપને જપ્ત કરી લેવામાં આવી હતી.

આ મામલામાં મુંબઈના હીરાના વેપારીઓ અને ઝવેરીઓએ ચિંતા વ્યક્ત કરી હતી, અને કહ્યું હતું કે આંગડિયા સર્વિસ, ઈન્ડસ્ટ્રીઝમાં વીતેલા વર્ષે સપ્લાય ચેઈનનો મહત્વનો હિસ્સો રહી છે, જેના કારણે 70 હજાર કરોડની કીમતના હીરા, રોકડ અને બીજી કીંમતી ચીજવસ્તુઓની આપ-લે થઈ છે.