મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની ખાતરી મળી…

0
728
વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ 6 સપ્ટેંબર, બુધવારે ન્યુ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રોની મહાસમિતિના 73મા અધિવેશન દરમિયાન એન્ટીગ્વાના વિદેશ પ્રધાન ચેટ ગ્રીનને મળ્યા હતા. ગ્રીને સ્વરાજને ખાતરી આપી હતી કે પંજાબ નેશનલ બેન્ક સાથે કરોડો રૂપિયાની છેતરપીંડીના કેસમાં ભારતમાં મુખ્ય આરોપી જાહેર કરાયેલા હીરાના ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ મામલે એમની સરકાર ભારત સરકારને સંપૂર્ણ સહકાર આપશે. મેહુલ ચોક્સી પાસે એન્ટીગ્વાનું નાગરિકત્વ છે.