Dy Cm નિતીન પટેલ હ્યોગો સમીટમાં…

ગાંધીનગર- જાપાન પ્રવાસે ગયેલાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ 20 દેશોના પ્રતિનિધિમંડળની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે જાપાન પ્રવાસ દરમિયાન યોજાયેલ *Hyogo Friends Summit* માં ભાગ લીધો હતો જેમાં 20 દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને સમીટમાં ભારત,ગુજરાત, જાપાન અને હ્યોગોના મિત્ર પ્રદેશો વચ્ચે ઉદ્યોગના વિકાસ, રોકાણ, સાંસ્કૃતિક અને પરસ્પર સ્પર્શતા પડકારો અને આવનાર સમયમાં સાથ સંભનાવો વગેરે બાબતો પર પરામર્શ કરાયો હતો.