કૈલાશ માનસરોવરઃ રાહુલ ગાંધીની ડાયરીમાંથી…

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી હાલ કૈલાશ માનસરોવરની યાત્રા પર ગયા છે. ત્યાંથી એમણે હિન્દુ ધર્મીઓ માટે પવિત્ર એવા આ સરોવર તથા તેની આસપાસનાં નયનરમ્ય દ્રશ્યોની તસવીરો પોસ્ટ કરી છે. રાહુલે ટ્વિટર પર લખ્યું છે કે માનસરોવર લેકનું જળ ખૂબ જ સૌમ્ય, શાંત અને સ્થિર છે. કોઈ પણ વ્યક્તિ આ સરોવરનું જળ પી શકે છે. અહીં કોઈ પ્રકારનો વેરભાવ નથી. એટલા માટે જ ભારતમાં આપણે આ જળની પૂજા કરીએ છીએ. ભોલેબાબાની મરજી થાય તો કોઈ પણ વ્યક્તિ કૈલાશ માનસરોવરની યાત્રાએ આવી શકે છે. મને આનંદ છે કે મને આ તક મળી અને આપની સાથે આ શેર કરી શકું છું. રાહુલ ગાંધી ગઈ 31 ઓગસ્ટે કૈલાશ માનસરોવરની યાત્રા માટે દિલ્હીથી રવાના થયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]