‘સદમા’ની નાયિકા જેવું પુખ્ત બાળક ઘરમાં હોય તો? વાસ્તુમાં…

0
1060

દમા ફિલ્મની નાયિકા યાદ છે? સુંદર, પુખ્ત દેખાવ. પરંતુ મનથી બાળક. તેની ઈચ્છાઓ, તેની હરકતો અને તેની અપેક્ષાઓ બધુંજ બાળક જેવું. ફિલ્મમાં આ પાત્ર જોવું ગમે. વળી તેની આવી સ્થિતિ પુખ્ત વયે થઇ હતી.પરંતુ આવું કોઈ બાળક ખરેખર આસપાસ હોય અને તેને સાચવવાનું હોય તો? વિચાર માત્ર વિચારતા કરી દે તેવો છે ને? આવા ઘણાં બધાં લોકો પૃથ્વી પર હશે. આવું થવાના કારણો પણ વિવિધ હોય છે. બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે માતાને થયેલી માનસિક કે શારીરિક તકલીફ આમાંનું એક કારણ છે. વાસ્તુના પરિપેક્ષમાં વિચારીએ તો અગ્નિથી વાયવ્યનો અક્ષ જયારે નકારાત્મક હોય ત્યારે આવું થવાની સંભાવના વધી જાય તેવું બને. પરિવારમાં એક જ વ્યક્તિ આવી હોય ત્યારે સમગ્ર પરિવારનું ધ્યાન તેના તરફ હોય. બાળકના માતા કે પિતા સતત તેની સાથે રહે અને કોઈ પણ નિર્ણયના કેન્દ્રમાં એ બાળકનો વિચાર રહેજ.

આવા બાળકોને મીઠી વસ્તુથી તકલીફ વધારે થાય. તેમની ઉત્કંઠા અને ઉગ્રતા વધી શકે. જો આવા બાળકો પર ગુસ્સે થવામાં આવે તો તેમની સમસ્યા વધતી જાય. એમને સતત વ્હાલ જોઈએ. પેલી સદમાની નાયિકાની માફક. દુનિયાદારી શું હોય તેની સમજજ ન હોય તેથી તેમનું ધ્યાન પણ ખુબજ રાખવું પડે. જયારે ઈશાનના બંને અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હોય ત્યારે આવી સમસ્યા ઉપરાંત સ્નાયુ અથવા તો હૃદયની પણ સમસ્યા હોઈ શકે. જો બ્રહ્મનો મોટો દોષ હોય તો ઘરમાં કોઈને આ જવાબદારીના લીધે ડીપ્રેશન રહે તેવું પણ બને.

મધ્ય ગુજરાતમાં એક મધ્યમ વર્ગના સુશિક્ષિત પરિવારમાં એક બાળકીનો જન્મ થયો. થોડા સમય સુધી એવું લાગ્યું કે તેનો વિકાસ ઓછો છે. પણ બે વર્ષની થતાં સુધીમાં યોગ્ય વિકાસ ન જણાતા તેની તબીબી ચકાસણી કરાવી. સમગ્ર પરિવારના માથે જાણે આભ તૂટી પડ્યું. કારણકે ડોકટરે કહ્યું કે આખી જિંદગી હવે આ બાળક આવું જ રહેશે. જીવન છે. સ્વીકારવું તો પડે જ. અંતે પરિવાર માટેના નિયમો બન્યાં. માતા આજીવન દીકરીને સમર્પિત થઇ ગઈ. અન્ય બાળકોએ પણ દિવસનો અમુક સમય બહેનને આપવો તેવો નિર્ણય લેવાયો. આ જગ્યાએ અગ્નિથી વાયવ્યનો અક્ષ નકારાત્મક હતો પરંતુ ઇશાન ખૂબ જ સમૃદ્ધ હતો અને પૂર્વની ઊર્જા સારી હતી. તેથી આખી પરિસ્થિતિને યોગ્ય રીતે લેવામાં આવી. વળી મુખ્ય વ્યક્તિ નૈરુત્યમાં રહેતી હોવાથી તેને યોગ્ય નિર્ણય લેવાનું સૂઝ્યું. પેલી બાળકી પણ નૈરુત્યમાં રહેતી હોવાથી આજીવન તે પોતાના ઘરમાં સારી રીતે રહી.

આનાથી વિપરીત અન્ય એક જગ્યાએ પણ આવું બાળક હતું. માબાપનો બેડરૂમ અગ્નિમાં હોવાથી તેઓ બાળકની આવી સ્થિતિ માટે એકબીજા પર દોષારોપણ કર્યા કરતા.વાયવ્યનો દોષ હતો તેથી ડોકટરે ના પાડી હોવા છતાં માતા દયા ખાઈને બાળકને ચોકલેટ કે અન્ય ગળી વસ્તુઓ આપ્યાં કરતી તેથી સમસ્યા વધી જતી. બાળક જો વધારે જીદ કરે તો પિતા તેના પર હાથ ઉપાડતાં. અને બાળકની સ્થિતિ વધારે બગડતી. ક્યારેક વધારે પડતું વહાલ કે વધારે પડતો ગુસ્સો પણ નુકશાન કરે છે તે અહી સાબિત થતું હતું. અંતે ભારતીય વાસ્તુ પ્રમાણે ઘરમાં ફેરફાર કરતાં યોગ્ય સારવાર મળે તેવી પરિસ્થિતિ ઉદભવી. વાસ્તુની હકારાત્મકતાથી યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાય તેવી સ્થિતિ ઉદભવે છે.

ઈશ્વરે બધા જ માનવોને એક સમાન જીવ જ આપ્યાં છે. ક્યારેક કોઈ વધારે બુદ્ધિગમ્ય વાત કરે તો કોઈ વાત કરતાં પણ ગભરાય. કોઈ પુરપાટ દોડે તો કોઈને ઉભા થવામાં પણ તકલીફ પડે. પણ અન્તે તો દરેક દેહમાં જીવ એક સમાન છે. આવા બાળકોને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો તે અદભુત કાર્ય કરી શકે છે. જયારે બ્રહ્મમાંથી પસાર થતાં મુખ્ય બંને અક્ષ હકારાત્મક હોય ત્યારે જે તે ઘરમાં આવી સમજણ હોય તેવું બને. હવે વિચારીએ પેલા સદમા‘સદમા’ ફિલ્મમાં મહાન અભિનેત્રી શ્રીદેવી

ફિલ્મના નાયકની સ્થિતિ. સાવ અજાણી વ્યક્તિને પોતાની જવાબદારી સમજી અને તેને પોતાની સાથે રાખવા માટે વિશાળ હૃદય જોઈએ. જયારે વાયવ્યના બંને અક્ષ થી બનતો ત્રિકોણ અને પૂર્વ હકારાત્મક હોય ત્યારે અન્ય માટે પણ કૈક હકારાત્મક કરવાની ઈચ્છા જન્મે છે. અને આવી સમજણ એ વ્યક્તિને પરસેવા કરવા પ્રેરે છે. અન્ય માટેની અનુકંપા માટે પૂર્વનો અક્ષ પણ હકારાત્મક હોય તે જરૂરી છે. ઈશ્વર આવા બાળકોને એવા ઘરેજ મોકલે છે જ્યાં તેઓ સચવાઈ જશે તેવો તેમને ભરોસો હોય. તે ભરોસો યોગ્ય વ્યવહાર અને હકારાત્મક ઉર્જા થકી સચવાઈ રહે છે.