રાશિ ભવિષ્ય

0
39730

(તા. 19/10/2017)

મેષ 40_2મહત્વના કાર્યોનું આયોજન બદલવું પડે તેવું બને, વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં બદલાવ આવી શકે, સ્વાસ્થ્યસુખ સારું રહે.

——————————————

વૃષભ 40વ્યવસાયમાં નાણાકીય આવક વધી શકે, તમે વ્યવસાયમાં પ્રગતિ કરી શકશો, સ્વાસ્થ્ય બાબતે બધું સજાગ રહેવું જોઈએ.

——————————————-

મિથુન 40_1 વ્યાપાર અર્થે પ્રવાસની શક્યતા છે, સંતાન પક્ષે વધુ ધ્યાન આપવું, ભાઈ-બહેન સાથે મતભેદ દુર કરવા.

——————————————-

કર્ક 40સંતાન બાબતે આવેલી તકલીફો દૂર થતી જણાય, આર્થિક લાભ થઇ શકે, સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ અનુભવશો.

——————————————–

સિંહ 40_4 કાર્યમાં વધુ ધ્યાન આપતા પ્રગતિ ચોક્કસ થશે, રોગમાં નવીન સારવારથી રાહત જણાય, ખર્ચ પર કાબુ રાખવો હિતાવહ.

———————————————

કન્યા 40 મિત્રજનો સાથેના મતભેદ દૂર થતા આનંદનો અનુભવ થાય, મોજશોખ પાછળ ખર્ચ વધતો જણાય.

——————————————–

તુલા 40_2વિશ્વાસપૂર્વક આગળ વધતા ફાયદો થશે, સ્ત્રી વર્ગને ધારેલું કામ પૂર્ણ થાય તેમાં વધુ સમય લાગી શકે.

——————————————–

વૃશ્ચિક 40આર્થિક આવકના નવા સ્ત્રોત ઉત્પન્ન થતા સમસ્યા હળવી બને, ભાઈ ભાંડુ પક્ષે લાભ મળે, દિવસ શુભ રહે.

——————————————–

ધન 40ધાર્મિક પ્રવાસ કે ટુંકી મુસાફરીના યોગ છે, ઘર અને વાહન વિષયક નિર્ણયો લઇ શકો, નાણાકીય લાભ થાય.

——————————————–

મકર 40નવું કાર્ય શરુ કરવામાં વિલંબ થઇ શકે, શેર લે-વેચ કે સટ્ટાકીય બાબતોમાં ધીરજ રાખવી, પિતા પક્ષે સુખ વધે.

——————————————–

કુંભ 40_1મિત્રો અને સામાજિક સંપર્કોથી કાર્ય પાર પડી શકો, જીવનસાથી તથા સંબંધીઓ તરફ વધુ ધ્યાન આપવું જરૂરી.

——————————————–

મીન 40_1નાણાકીય બાબતો કે સંપત્તિ વિષયક પ્રશ્નોનો નિકાલ લાવી શકો, ઘર અને વાહન વિષયક નિર્ણયો લઇ શકો.

(તા. 16/10/2017 થી 22/10/2017) સોમવારથી રવિવાર સુધી

meshદીવાળીના તહેવારોમાં મંગળ છઠા ભાવે આવતાં આ સમયગાળામાં કાર્યોમાં વ્યસ્તતા વધે, કાર્યસ્થળ અને કુટુંબ વચ્ચે સંતુલન જાળવવામાં તકલીફ રહે. સતત પરિશ્રમથી શારીરિક વ્યાધિ ના થાય તેનું ધ્યાન રાખવું. નોકરી કે વ્યવસાયના સ્થળે નવી વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે. સપ્તાહ દરમ્યાન વિદ્યાર્થી વર્ગે ખાસ વધુ ધ્યાન આપવાની જરૂર જણાય છે. રોગ કે બીમારી હોય તો તે સત્વરે દુર થાય તથા કાર્ય કરવામાં ઉત્સાહ વધે. વ્યવસાયમાં ભાગીદારી હોય તો તેમાં લાભ થઇ શકે.

———————————————————————————————————————-

vrushabhદિપાવલીમાં સપ્તાહની શરૂઆતમાં ચંદ્ર થકી પરિવારમાં અણધાર્યો ખર્ચ આવી શકે, પ્રસંગ તથા ધાર્મિક કાર્યોમાં નાણાકીય ખર્ચ ધાર્યા કરતા વધી શકે. માનસિક કે શારીરિક વ્યથાનો મક્કમ મને સામનો કરવો, સપ્તાહ દરમ્યાન તમે વિપરીત સંજોગોમાંથી પસાર થાઓ તેવું બને. આર્થિક આવક વધે તે માટે તમે વધુ મહેનત કરી ઉત્તમ પરિણામ મેળવી શકશો, જ્યાં જરૂર જણાય ત્યાં ત્વરિત સકારાત્મક ફેરફાર કરવાનું ચૂકશો નહિ. જો વિદેશગમનનો પ્રશ્ન હોય તો તેમાં શુભ સમાચાર મળી શકે. સપ્તાહ દરમ્યાન સ્વાસ્થ્ય મધ્યમ રહેશે.

———————————————————————————————————————–

mithunદીવાળીના સપ્તાહ દરમિયાન તમે પોતાની આસપાસ ઉપસ્થિત અનેક સંભાવનાઓને ઓળખશો, પરંતુ તેને ઉપયોગમાં કઈ રીતે લેવી તે અંગે તમે મૂંઝવણ અનુભવો તેવું બને. દીવાળીના તહેવારોમાં દુરના સ્થળે પ્રવાસનું આયોજન થઇ શકે. વિદેશગમન બાબતે રાહ જોવી પડી શકે. સ્વાસ્થ્ય સુખ ઉત્તમ રહેશે, જો કોઈ રોગ હોય તો તે સત્વરે દુર થઇ શકે. નાણાકીય બાબતોમાં સ્થગિતતા જણાઈ શકે, કાયદાકીય કાર્ય યોગ્ય સલાહસૂચનથી પાર પડી શકે. સંતાન બાબતે નવ દંપતિઓને શુભ સમાચાર મળી શકે.

———————————————————————————————————————–

karakદીવાળીમાં સપ્તાહ દરમ્યાન તૃતીય ભાવે અમાસ થશે, આ સમય દરમ્યાન દરમિયાન વ્યક્તિગત ભાવનાઓ, લાગણીઓને કાબુ રાખવું મુશ્કેલ જણાય. એક સફળ વ્યક્તિ બની આગળ વધવા માટે કાર્યસ્થળે  પરિસ્થતિને ધીરજથી સમજવી જરૂરી જણાય છે. વ્યવસાયમાં નવું આયોજન કરી શકો. પ્રેમ પ્રસંગ હોય તો તેમાં સફળતા મળશે, પ્રેમીપાત્ર તમારાથી આનંદિત રહે. નવા કાર્યોનો પ્રારંભ માતાજીની ઉપાસના કરીને કરવો, જે અનેકગણો શુભ સાબિત થશે. ઘરના સભ્યોને સ્વાસ્થ્ય વિષયક પ્રશ્ન હોય તો દુર થશે.

———————————————————————————————————————–

leoસિંહ રાશિના જાતકોને દીવાળીમાં સપ્તાહની શરૂઆતમાં ચંદ્ર પહેલે હોવાથી, સપ્તાહ દરમ્યાન વધુ ઉર્જા અને સ્ફૂર્તિનો અનુભવ થાય, નવા કાર્યમાં મન લાગે તથા નવા કાર્ય શરુ કરવા માટે પ્રેરણા મળે. જ્યાં જરૂર જણાય ત્યાં જીવનસાથીની સલાહ લઇ આગળ વધવું લાભદાયી રહે. નવયુવાનોને લગ્ન બાબતે કે નવા સંબંધોમાં રાહ જોવી પડી શકે. સ્વાસ્થ્ય બાબતે જોઈએ તો રોગ હોય તો જલ્દી મટે નહિ તેવું બને, માટે પૂરતી કાળજી લેવી અને સ્વાસ્થ્ય જાળવવું.

———————————————————————————————————————–

kanyaદીવાળીના સપ્તાહ દરમિયાન નવા કાર્યને લઈને દુરના સ્થળે યાત્રા થઇ શકે, અંગત મિત્રનો વેપારમાં સહકાર મળતા મહત્વની સફળતા મળી શકે. સામાજિક જીવનમાં અને અંગત સંબંધોમાં આવેલી કડવાશ દૂર કરી શકશો, સંબંધોમાં લાગણી વધે. સોનું કે સ્થિર સંપતિમાં કરેલું રોકાણ ફાયદો અપાવશે, આર્થિક સુખાકારી વધશે. સંતાન પક્ષે વધુ ધ્યાન આપવું પડી શકે. સંતાનની તબિયત નરમ રહી શકે. સ્ત્રીવર્ગને કુટુંબીજનોનો સહકાર મળી રહે. સ્વાસ્થ્ય ઉત્તમ રહે.

———————————————————————————————————————–

tulaaદીવાળીના તહેવારો દરમિયાન આત્મવિશ્વાસ અને ઉર્જા વધશે, પરંતુ મહત્વના કાર્યમાં ઉતાવળથી દુર રહેવું. વિદેશગમન કે લાંબા પ્રવાસનું આયોજન અનિર્ણિત રહે, નિર્ણયમાં વિલંબ આવી શકે. સંતાન પક્ષે સુખમાં વધારો થાય. પ્રસંગનું આયોજન થતા ઘરમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહે. નાણા બજાર અને વ્યાપારને લગતા નિર્ણયોમાં કુદરતી મદદ મળી રહે, લાભદાયક સોદા થઇ શકે. માતાની તબિયત બાબતે ચિંતા રહી શકે. સ્વાસ્થ્ય ઉત્તમ જળવાઈ રહે.

———————————————————————————————————————–

wrussikવૃશ્ચિક રાશિના જાતકોને સપ્તાહ દરમ્યાન વ્યવસાયમાં વધુ મહેનત કરી શકાશે, આવક વધે તેવા સાનુકુળ સંજોગો થશે. વ્યવસાયમાં નવા માલની ખરીદી થઇ શકે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં વધુ મહેનત કરવા માટે અનુકુળ સમય રહેશે. નવયુવાનોને લગ્નવિષયક બાબતોમાં જલ્દી સફળતા મળી શકે, જીવનસાથીની પસંદગી બાબતે ત્વરિત નિર્ણય થઇ શકે. સ્ત્રી વર્ગને નાણાકીય લાભ થઇ શકે. સ્વાસ્થ્ય બાબતે સપ્તાહ ઉત્તમ રહે છે, રોગ હોય તો જલ્દી દુર થઇ શકે.

———————————————————————————————————————–

dhanઆ સપ્તાહ દરમિયાન કુટુંબમાં કે વ્યવસાયમાં આકસ્મિક ખર્ચને કારણે આર્થિક આયોજન વિખેરાય નહિ તે માટે આર્થિક નિર્ણયમાં ધીરજ રાખવી. આ સમયમાં કોર્ટ કચેરી કે સ્થાવર મિલકત અંગેના વિવાદનો અંત લાવી શકશો, જેનાથી ઘરના સભ્યોમાં આનંદનું વતાવરણ રહેશે. તમે બાળક સાથે વધુ સમય પસાર કરો તેવું બને, સંતાનોની અભ્યાસ બાબતની ચિંતા દૂર થઇ શકે. જીવનસાથી પક્ષે લાભ થઇ શકે, વાહન કે મકાનના સોદામાં લાભ થઇ શકે. સ્વાસ્થ્ય સારું રહે.

———————————————————————————————————————–

makarદીવાળાના તહેવારોના સપ્તાહમાં તમારી વ્યવહારુ આવડત તમને વ્યવસાયમાં ફાયદો અપાવશે. લાંબા સમયથી ઈચ્છા ધરાવતા જાતકને નવા વ્યવસાય બાબતે સારા સમાચાર મળે. વ્યવસાયિક બાબતે ખર્ચ પણ કરવો પડી શકે. લગ્નની ઈચ્છા ધરાવનારને ત્વરિત સફળતા મળી શકે, જીવનસાથીની પસંદગી થઇ શકે. ઉચ્ચ અભ્યાસની ઈચ્છા ધરાવનારાઓને નવા સંપર્કોથી લાભ થઇ શકે. સ્ત્રી વર્ગને ઘરના સભ્યો સાથે મનમેળ વધે, ઘરમાં આનંદ વધે. સ્વાસ્થ્ય બાબતે મધ્યમ રહે, રોગ હોય તો વધુ કાળજી લેવી.

———————————————————————————————————————–

kumbhદિપાવલીના તહેવારોના સપ્તાહમાં કુટુંબમાં સુખાકારી વધી શકે, કુટુંબીજનોમાં મનમેળ વધતા ઘરમાં આનંદ વધે. વ્યવસાયમાં કોઈ અગત્યનું કામ પૂર્ણ કરવા માટે વધુ સમય લાગે, ધીરજ રાખવી જરૂરી. વ્યવસાયમાં  આર્થિક વ્યવહાર ચીવટતાથી કરવો સલાહભર્યું રહેશે. સપ્તાહ દરમ્યાન આવક વધે તેવું કાર્ય કરી શકો પણ તેની સાથે ખર્ચ પર કાબુ રાખવો પડશે. સંતાન પક્ષે તકલીફ હોય તો તેની પર વધુ લક્ષ્ય આપવું જરૂરી જણાય. સપ્તાહ દરમ્યાન વાહન કે ઓજારથી સાચવવું.

———————————————————————————————————————–

minદીવાળાના આ સપ્તાહ દરમિયાન યાત્રા પ્રવાસનું આયોજન થઇ શકે, પરંતુ યાત્રા દરમ્યાન તબિયત સાચવવી જરૂરી. વ્યાપારી વર્ગને લે-વેચમાં સફળતા મળી શકે, નાણાકીય સોદા જલ્દી પાર પડતા જણાય. નોકરીમાં તમે જ્ઞાન અને અનુભવને લીધે સારો દેખાવ કરી શકો, દૈનિક કાર્યોમાં સરળતા રહે. આર્થિક જવાબદારીઓમાં સરળતા રહે. પ્રિયજનો પ્રત્યે પ્રેમ અને લાગણી વધશે. સ્ત્રીઓને સપ્તાહ દરમ્યાન ખરીદી થઇ શકે, મન પ્રફુલ્લિત રહે. સ્વાસ્થ્ય સુખાકારી સારા રહે.

(તા. 16/10/2017 થી 31/10/2017 સુધી)

અંક સ્વામી: સૂર્ય (જન્મતારીખ ૧, ૧૦, ૧૯ અથવા ૨૮)

આ પખવાડીયા દરમિયાન મન અને તનનો તાલમેલ રહે, નોકરી અને વ્યવસાયને લગતા કાર્યમાં ત્વરિત સફળતાના યોગ છે. તમે વધુ ખર્ચને પહોંચી વળવા માટે વધુ પ્રયત્નશીલ રહેશો, તમારે પોતાના શોખ અને જરૂરીયાતને અલગ કરવા પડશે. ઘર કે વાહનના સમારકામ બાબતે ખર્ચ આવી શકે, તેનું આગોતરું આયોજન કઈ શકાય. જે જાતકો વિશેષ અભ્યાસ અને સ્પર્ધાત્મક બાબતોમાં કાર્ય કરી રહ્યા છે, તેમને થોડો સમય કષ્ટનો અનુભવ થઇ શકે. સ્વાસ્થ્ય સારું રહેશે.

—————————————————————————————————————————————

mudank 02અંક સ્વામી: ચંદ્ર (જન્મતારીખ ૨, ૧૧, ૨૦ અથવા ૨૯)

આ સમય દરમ્યાન સફળતાનો આનંદ વધી શકે, તમે જીવનની નાની ક્ષણોને પણ સુંદર રીતે જીવો છો, તમે આ સમય દરમ્યાન પોતાના આનંદને વહેંચવા ઈચ્છો છો. નોકરીના સ્થળે સહકર્મીઓ સાથે તમારે મતભેદ ટાળવો જોઈએ. સ્વાસ્થ્ય બાબતે ઉતાર-ચઢાવનો અનુભવ થશે. લગ્નવિષયક બાબતોમાં નિર્ણય થઇ શકે. પિતા પક્ષે તમે મદદરૂપ થઇ શકશો. પખવાડિયા દરમ્યાન આર્થિક બાબતોમાં સરળતા રહેશે. શારીરિક સ્વાસ્થ્ય નરમ રહી શકે, વધુ પડતી દોડધામ ટાળવી જોઈએ.

————————————————————————————————————————————-

અંક સ્વામી: ગુરુ (જન્મતારીખ ૩, ૧૨, ૨૧ અથવા ૩૦)

આ સમય તમારી માટે ખુબ મહત્વનો રહેશે, સંબંધ કે કાર્યસ્થળ બંને જગ્યાએ ક્યારેક સુખ તો ક્યારેક નિરાશા આવી શકે. તમે નાણાકીય રોકાણને લઈને સ્થગિતતા અનુભવો, જોઈએ તેવો લાભ મેળવવા માટે તમારે વધુ રાહ જોવી પડી શકે. મહત્વના કાર્યોમાં બિનજરૂરી ઉતાવળથી બચવું. સામાજિક બાબતોમાં તમે પોતાને વધુ જવાબદાર વ્યક્તિ તરીકે જોશો. આ સમય દરમ્યાન જીવનસાથી પક્ષે વધુ કાળજી લેવી પડી શકે. સ્વાસ્થ્યસુખ સારું રહે.

————————————————————————————————————————————–

અંક સ્વામી: રાહુ (જન્મતારીખ ૪, ૧૩, ૨૨ અથવા ૩૧)

તમે આ સમય દરમ્યાન સાચું-ખોટું, ગમતું-અણગમતું જેવા દ્વંદ્વથી ઘેરાઈ શકો. તમારે સમય અનુસાર પોતાને રજૂ કરવું પડશે. સત્ય બોલવું પરંતુ સમય આવ્યે યોગ્ય સ્થળે સત્ય બોલવાથી સત્યની ગરીમા ઓર વધી જશે, તે પણ ના ભૂલવું જોઈએ. કુટુંબીજનો અને જીવનસાથી પક્ષે વિશેષ લાભ અને સહાય મળે. આર્થિક બાબતે આયોજન કરવું સલાહભર્યું રહેશે. ખેતીવાડી અને ખાણીપીણીના વ્યવસાયમાં લાભ થાય. સ્વાસ્થ્યસુખ મધ્યમ રહે.

————————————————————————————————————————————–

અંક સ્વામી: બુધ (જન્મતારીખ ૫, ૧૪ અથવા ૨૩)

આ પખવાડિયા દરમ્યાન પોતાના ભવિષ્ય બાબતે વધુ વિચારશીલ રહો, તમે આવનાર સમયનું આયોજન કરવા માટે વધુ પ્રયત્ન કરશો, જેમાં તમને સફળતા મળે. તમે એક ઉત્તમ વક્તા અને ગમતા વિષયોમાં જાણકાર વ્યક્તિ છો, અન્ય લોકોને તમારી પર જલ્દી વિશ્વાસ આવે તેવું બને. નવયુવાનોને લગ્ન બાબતે નિર્ણય થઇ શકે. ઘરના સભ્યો કોઈ બાબતને લઈને મતભેદ અનુભવતા હોય તો તેમાં ધીરજ અને સમજદારી કામ લાગે. સ્વાસ્થ્યસુખ સારું રહે.

————————————————————————————————————————————-

અંક સ્વામી: શુક્ર (જન્મતારીખ ૬, ૧૫ અથવા ૨૪)

આ સમય દરમિયાન કાર્યોમાં આવેલી રુકાવટને લીધે થોડો સમય ચિંતાતુર રહે તેવું બને. સંતાનનું સ્વાસ્થ્ય નરમ રહી શકે, કુટુંબના સભ્યોનું સ્વાસ્થ્ય નરમ રહેવાથી થોડો સમય વ્યસ્તતા વધે. સહકર્મચારીઓ સાથે વધુ પડતી અપેક્ષા રાખવાથી દુર રહેવું. સપ્તાહ દરમ્યાન તમે ટૂંકા પ્રવાસ અથવા મિત્રો સાથે સમય વિતાવવાનું પસંદ કરશો. સંતાન પક્ષે વધુ ખર્ચ થઇ શકે. સ્વાસ્થ્ય મધ્યમ રહે, પગના ભાગે પીડા હોય તો વધુ સાચવવું.

————————————————————————————————————————————–

mudank 07અંક સ્વામી: કેતુ (જન્મતારીખ ૭, ૧૬ અથવા ૨૫)

આ સમય તમારા માટે કાર્ય સફળતા અને આત્મવિશ્વાસમાં વધારો કરનારું સાબિત થશે. વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ થઇ શકે, નવા કાર્યોનો પ્રારંભ થઇ શકે. સામાજિક બાબતોમાં તમને કુટુંબીજનોનો સહકાર મળતા આનંદ થાય. ઘરમાં સંતાન બાબતે તમે મહત્વના નિર્ણય લઇ શકો, સંતાનના લગ્નવિષયક બાબતોમાં જલ્દી નિર્ણય આવી શકે. આર્થિક બાબતોમાં તમને સફળતા મળે. સપ્તાહ દરમ્યાન સ્વાસ્થ્ય સારું રહે, રોગ હોય તો જલ્દી દુર થાય.

————————————————————————————————————————————–

અંક સ્વામી: શનિ (જન્મતારીખ ૮, ૧૭ અથવા ૨૬)

આ પખવાડિયું તમારા માટે ખર્ચાળ રહી શકે, આવક અને જાવક સમાન રહે તેવું બને. શેર કે દલાલીના કાર્યોમાં ધીરજથી નિર્ણય લેવો, અન્યના દોરવાયા ખોટો નિર્ણય લેવાથી બચવું જોઈએ. ઘરના સભ્યો સાથે મતભેદ રહી શકે, સામાજિક કાર્યમાં પોતાની જવાબદારી તમે સારી રીતે અદા કરી શકો. વિદ્યાર્થીવર્ગને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાનો યોગ નકારી શકાય નહિ. સ્ત્રીવર્ગે શારીરિક વ્યાધિથી સાવધ રહેવું. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહ્યા કરે.

—————————————————————————————————————————————

અંક સ્વામી: મંગળ (જન્મતારીખ ૯, ૧૮ અથવા ૨૭)

આ પખવાડિયા દરમ્યાન તમે અન્ય લોકો દ્વારા સુખ-દુઃખ વિશેષ અનુભવો તેવું બની શકે. અંગત સંબંધોમાં ઉતાર ચઢાવ આવી શકે, પ્રેમીપાત્ર સાથે મતભેદ ટાળવા જોઈએ. ઘરના સભ્યો દ્વારા આકસ્મિક રીતે વધુ ખર્ચ થાય તેવું બની શકે. નોકરીમાં સતત કાર્યને લીધે થાક અનુભવાય. આ સમય દરમ્યાન સ્ત્રીવર્ગે વધુ ખર્ચથી બચવું જોઈએ. જે જાતકોને રોગ છે અથવા શારીરિક તકલીફ છે તેમને રોગમાં વધુ સાચવવું પડી શકે. રોગમાં રાહત માટે સારવાર દરમ્યાન વધુ સજાગ રહેવું જરૂરી રહેશે.