સ્વસ્થ રહીને લાંબું જીવન જીવવાનું જાપાનીઓનું રહસ્ય

આ ધરતી પર સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ હોય તો એ જાપાનીઝ મહિલા છે, જેનું નામ કેન તનાકા છે. તે 117 વર્ષની છે, જ્યારે આ મહિનાના પ્રારંભે સૌથી વયોવૃદ્ધ પુરષ તરીકે ચિતેત્સુ વાતાનાબે જાહેર કરાયા હતા એમની ઉંમર 112 વર્ષની છે. આમ એ પુરુષ પણ જાપાનીઝ હતો, એમ હ્યુમન ડેવલપમેન્ટ 2019નો એક અહેવાલ કહે છે.

પુરુષ હોય કે મહિલા, પણ સૌથી લાંબું જીવન જાપાનીઝને ફાળે જાય છે. જાપાનીઝનું સરેરાશ આયુષ્ય 84.5 વર્ષ હોય છે, જ્યારે ભારતીયોનું સરેરાશ આયુષ્ય 69.4 વર્ષનું હોય છે. આ સમાચારે મને વિચારતી કરી દીધી કે જાપાનીઝ પાસે લાંબું અને સ્વસ્થ જીવન જીવવા માટે શું શીખવા જેવું છે?  

આ વિચારે મને ભૂતકાળમાં ધકેલી દીધી અને મને હું ગુજરાતની એક કોલજમાં ભણતી હતી ત્યારનો જાપાનમાં રહેવાનો મારો અનુભવ યાદ આવી ગયો. એ સમયે હું IKIGAI (ઇકિગાઇ) નો કોન્સેપ્ટ (ખ્યાલ) શીખી. એનો જાપાનીઝમાં અર્થ ‘જીવવાનું કારણ’ એવો થાય છે.

મારા શાણા જાપાનીઝ પ્રોફેસર હિગુચીએ મને શીખવ્યું હતું કે ikiru –ઇકિરુ બે શબ્દોથી બનેલો શબ્દ છે, to live-જીવન અને gai કારણ માટે. દરરોજ સવારે ઊઠવાનું અને જીવનમાં સતત વ્યસ્ત (અર્થપૂર્ણ કામકાજમાં) રહેવાનું. આ ખ્યાલ મારી સાથે હંમેશાં રહ્યો અને એણે મારી સમજને વિસ્તારવામાં હંમેશાં મદદ કરી કે મારા સિદ્ધાંતો સાથે હું કેવી રીતે લાંબું અને આનંદિત જીવન સરળ રીતે જીવી શકું…

આ સિદ્ધાંતો આ રહ્યાઃ

1 જીવવા માટે કારણ શોધો

તમને વધુ આનંદિત કઈ વસ્તુ કરે છે, તમે ખરેખર કઈ વસ્તુ માણી શકો છો, એ સમય કાઢી શોધી કાઢો. તમને જે ગમે છે એ તમે કરો. ઘણી વાર આપણને મનમાં બીક લાગતી હોય છે કે આપણા માટે બીજા શું વિચારશે. આપણે ઘણી વાર નિષ્ફળ જવાની બીકે ડરતા હોઈએ છીએ કે પછી આ કામ મારા માટે મુશ્કેલ છે, એવું વિચારીને એ કામ કરવાના પ્રયાસ જ નથી કરતા. પણ સૌથી મોટો પડકાર એ છે મારું દિલ શું કહે છે, એની આપણે પરવા કરતા નથી.  

ડર અથવા મુક્ત મન

1 લોકો શું કહેશે એ વિચાર જ મનમાંથી કાઢી નાખો અને બધું જ સમુસૂતરું છે, એમ વિચારો.

2 જે તમે વિચારો છો એ ખૂલીને કહો, કોઈ શું કહેશે એની ચિંતા છોડી દો. મનમાં કંઈ અપરાધભાવ નહીં રાખો, કેમ કે એનાથી તમને કંઈ લાભ નહીં થાય

3 મનમાં કંઈ મૂંઝવણ હોય તો તમારી લાગણીથી દૂર ના ભાગો, એવી વ્યક્તિઓથી દૂર રાખો કે જે તમને હતોત્સાહ કરતી હોય અથવા પરિસ્થિતિનો ઉકેલ લાવવામાં મદદરૂપ ના બનતી હોય.

4 સકારાત્મક બનો અને તમારી ભાવનાને મક્કમતાથી રજૂ કરો અને કોઈની મદદ જોઈએ તો પણ લો. અને તમારી મરજી મુજબનું ના થાય તો એને છોડી દો.

બોટમલાઇનઃ વધુ યોગ કરો, ધ્યાન કરો, જેથી તમે તણાવ ઓછો કરી શકો. આ માટે લોગ ઓન કરો www.pragyayoga.com

 

2 ધીરા પડો, પણ નિવૃત્ત ક્યારેય નહીં

  • જીવનને માણવા માટે સમય કાઢો
  • બહાર ફરવા જાઓ અને કુદરતી વાતાવરણમાં સમય વ્યતીત કરો, તમારા બગીચાને સજાવો અથવા બગીચામાં જાઓ અથવા ઘરમાં નાના ફૂલ-છોડ લાવો અને એની સંભાળ લો.
  • સૂર્યસ્નાન કરો, તમને મનગમતું સંગીત સાંભળો અથવા ચાલવા જાઓ.
  • હળવી કસરત કરો, જેમ કે યોગ અથવા બીજી કંઈ પણ જેવી રમત રમો, જે તમારા શરીરને હળવુંફૂલ રાખવામાં મદદ કરે.
  • ધ્યાન કરો, પ્રાણાયામ કરો. તમારું શરીર સ્ફૂર્તિલું અને ઊર્જામય રહે એ માટે ધ્યાન કેન્દ્રિત કરો.
  • કામ કરવાનું ક્યારેય બંધ નહીં કરો, શીખતા રહો અને જીવન મુક્તમને માણો.

3 જે યોગ્ય છે, એ કરો

આપણને જે નાણાકીય ચિંતાઓ અથવા અન્ય ચિંતાઓ હોય અને નોકરી પરથી કે કામથી આપણે ભાગીને જઈ નથી શકતા. મારું સૂચન છે કે તમારી લાગણીઓને ઓળખો અને પર થોડો સમય શાંત રહો. જો તમે ગ્રાફિક ડિઝાઇનર કે ગાયક બનવું ગમે તો દર સપ્તાહે થોડા કલાકો તમારી મરજી માટે સમય કાઢો. જુઓ, એ તમને કેવી રીતે શાંતિ સાથે આનંદ આપે છે. આ જ રીત છે તમારી જાતને ઓળખવાની અને અનુભવ લેવાની.
ઘણાં વર્ષો પહેલાં મેં મુંબઈમાં ફિલ્મ અને ટેલિવિઝનના ગ્લેમર વર્લ્ડમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યુ હતું. પૈસા પણ સારા મળતા હતા અને અનેક સ્ટાર્સ સાથે કામ કરવાની મજા પણ આવતી, પણ હું જે કામ કરતી હતી એનાથી મને આનંદ નહોતો મળતો. મેં મારી જાતને પૂછ્યું કે હું ખરેખર શું ઇચ્છું છું? અંદરથી ખરેખર હું ખુશ નહોતી, પણ મેં રાહ જોઈ અને સમય પસાર કર્યો અને જાતને સતત સવાલ પૂછતી રહી. એક સવારે મને જીવન જીવવાની સાચી દિશા મળી ગઈ. મેં અનુભવ્યું કે મારી આસપાસના લોકો સાથે મારે યોગ અને મારી અંદરની શાંતિ બીજા સાથે શેર કરવી જોઈએ, વહેંચવી જોઇએ. મેં મારી અંદરનો અવાજ સાંભળ્યો અને શિક્ષકો પાસેથી જે હું શીખી છું એ મારી આસપાસના લોકોને શીખવાડવાનું અને વહેંચવાનું નક્કી કરી લીધું. આ વસ્તુથી મારુ જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. મેં અનુભવ્યું કે આખું બ્રહ્માંડ મને મદદ કરી રહ્યું છે અને એ પછી મેં મારા જીવનના દરેક દિવસે એ કામ કર્યું.

3. થોડાક સારા મિત્રો

  • તમારા સૌથી મોટા પ્રશંસક અને હિતેચ્છુ લોકો તમારામાં વિશ્વાસ ધરાવતા હોય છે. તમે જીવનમાં જે કાંઈ કરો છો, એમાં તે લોકો તમારી સાથે હોય છે. પછી ભલે તમારી મુશ્કેલીના દિવસો હોય કે તમારો સારો સમય હોય એ લોકો તમારી પડખે ઊબા હોય છે.
  • તેમની સાથે સમય ગાળો.
  • તમારા દિલનું સાંભળો, હજ્જારો ફેસબુકના મિત્રો સાથે નહીં, પણ થોડાક એવા અંગત મિત્રો સાથે કે જેની સાથે તમે હસી કે રડી પણ શકો.
  • તેમના ખાસ દિવસો જેવા કે બર્થ ડેના દિવસે તેમને કોલ કરો. તેમના સારા પ્રસંગોમા તેમની સાથે સહભાગી થાઓ.
  • તેમની સલાહ લો. કોઈ મહત્ત્વની બાબતે તેમની સાથે ચર્ચા કરો અને તેમની મદદ લો.
  • ઘણાં વર્ષોથી તેઓ તમારા હિતેચ્છુ છે અને પ્રશંસક છે, જે તમારી સફળતાને બિરદાવે છે.

4. સારો અને તાજો ખોરાક લો

  • તમારા ભોજનમાં વધારાનાં ખાંડ અને મીઠું ત્યજો
  • તમારી ઊર્જા વધારવા માટે તાજાં ફળો અને શાકભાજી લો. વધુ વિગતો માટે  મારી લિન્ક www.pragyayoga.com પર જાઓ

5. બીજા કઈ રીતે ખુશ રહેશે, એ વિચારો અને એ પ્રમાણે કરો

તમારી જીવનમાં સકારાત્મક લાગણીઓને વધારવા અને આનંદિત રહેવા માટેની શ્રેષ્ઠ રીત એ છે કે બીજા લોકો માટે કંઈક સારું કરો.

  • સામાજિક કાર્યમાં વ્યસ્ત રહો.
  • સ્થાનિક કેન્દ્રોમાં સ્વૈચ્છિક કામ કરો
  • જરૂરિયાતમંદ લોકોને તમારી સેવા આપો અને શક્ય એટલી મદદ કરો, જેથી એ આનંદમાં રહી શકે.
  • તમારા ચહેરા પર હંમેશાં સ્મિત રાખો.

અને છેલ્લે, IKIGAI (ઇકિગાઇ) ખૂબ સરળ છે. આ ચાર સિદ્ધાંતો વિશે વિચારો અને એને વ્યવહારમાં અમલમાં મૂકો.

  • આવતા સપ્તાહ સુધી ખુશ રહો, આનંદિત રહો અને સ્વસ્થ રહો.
  • તમને જે ગમે એ કરો
  • તમે જેના માટે યોગ્ય છો એ કરો
  • વિશ્વમાં શું કરવાની જરૂર છે એ મુજબ કરો
  • તમે બીજાને શું આપી શકો છો કે બીજા માટે શું કરી શકો છો એ કરો.

(સુજાતા કૌલગી )