અમદાવાદ: શહેરની મધ્યમાં ટ્રાફિકથી ધમધમતા એવા રાયપુર કાંકરિયા રોડ પર ખંડેર હાલતમાં એક પુસ્તકાલયની ઈમારત આવેલી છે. ઈમારત ખંડેર થઈ છે, પરંતુ તેનો ભૂતકાળ ભવ્ય હશે એમ તેને જોતાં જ ખ્યાલ આવી જાય. ‘આપારાવ ભોલાનાથ પુસ્તકાલય’ લખેલી આ ઈમારતને અડીને આવેલા ફૂટપાથ પર રાયપુર દરવાજાનું AMTSનું બસ સ્ટેન્ડ આવેલું છે. લારી ખુમચાવાળા ફેરિયાઓ આ ફૂટપાથ રોકીને બેઠા હોય છે.બંધ દરવાજા ખંડેર જેવી વેરવિખેર ઈમારતમાં કોઈ છે? એમ પૂછતાં જ લારીવાળાએ તરત જ કહ્યું, “એક માણસ અંદર રહે છે.” પુસ્તકાલયનું બારણું ખખડાવ્યું માણસ બહાર આવ્યો.
આ પુસ્તકાલય કેમ બંધ અને ખંડેર હાલતમાં છે…?
પ્રશ્નના જવાબમાં ઈમારતમાં રહેતા સુરેશ ઠાકોરે કહ્યું કોઈ સંચાલકોને આ લાઈબ્રેરી ચલાવવામાં રસ નથી. છેલ્લા વીસ વર્ષોથી ‘આપારાવ ભોળાનાથ પુસ્તકાલય’ બંધ છે. હજારો ચોપડીઓ છે એ બધી ઉપરના માળે મુકેલી છે. અમે મૂળ સૈજપુરના પણ અમારી ત્રીજી પેઢીનો હું માણસ છું, જે આ પુસ્તકાલયની ઈમારતમાં રહીએ છીએ.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)