31મી ડિસેમ્બરની મધ્યરાત્રિએ, વિશ્વભરના વિવિધ દેશોમાં નવા વર્ષની ઉજવણીથાય છે. પરંતુ એવું નથી કે આખી દુનિયા એક જ દિવસે નવું વર્ષ ઉજવે છે. હવે સવાલ એ થાય કે એવા કયા દેશો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં જુદા-જુદા દેશોમાં નવુ વર્ષ જુદા-જુદા સમયે ઉજવવામાં આવે છે. એ પ્રમાણે વર્ષમાં લગભગ 58 દિવસ નવા વર્ષની ઉજવણી થાય છે.
તો ચાલો જાણીએ કે દુનિયાનો કયો દેશ નવું વર્ષ ક્યારે ઉજવે છે ?
ચીન
ચીનમાં ચંદ્ર કેલેન્ડર (ચંદ્ર આધારિત કેલેન્ડર) ગણવામાં આવે છે. જે દર ત્રણ વર્ષે સૂર્ય-આધારિત કેલેન્ડર સાથે સંરેખિત થાય છે. આ પ્રમાણે ચીનનું નવું વર્ષ 20 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરીની વચ્ચે આવે છે. ચીની વર્ષ અને રાશિયોંના નામ જુદા જુદા પ્રાણીઓના નામ પરથી રાખવામાં આવ્યા છે. ચીનમાં ડ્રેગન સારા નસીબનું ચિની પ્રતીક હોવાથી, નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ત્યાં ડ્રેગન નૃત્ય કરવામાં આવે છે. જુદા-જુદા શહેરોમાં ડ્રેગનની પરેડ પણ થાય છે જેમાં નર્તકો લાંબા અને રંગબેરંગી ડ્રેગન લઈને નીકળે છે.
જાપાન
જાપાનમાં પણ નવું વર્ષ ચંદ્ર કેલેન્ડર મુજબ ઉજવવામાં આવતુ હતું.. અહીંના લોકો ચાઈનીઝ ચંદ્ર કેલેન્ડર અનુસાર નવા વર્ષનો પહેલો દિવસ નક્કી કરતા હતા. જો કે, 1873થી, અહીંના લોકો ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર નવા વર્ષની ઉજવણી કરે છે. એટલે કે 1 જાન્યુઆરીએ નવા વર્ષની ઉજવણી થાય છે. આ ખાસ દિવસે જાપાનના લોકો મંદિરમાં જાય છે. અને પરિવારને મુશ્કેલીમાંથી બચાવવા માટે, 108 વાર ઘંટડી વગાડે છે. આ જાપાનની અનોખી પરંપરા છે.
કંબોડિયા
કોરિયા
કોરિયામાં નવું વર્ષ બે અલગ અલગ તારીખે ઉજવવામાં આવે છે. પ્રથમ, સૌર નવું વર્ષ (સિંજોંગ), 1 જાન્યુઆરીએ ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ ઉજવાય છે, જે પશ્ચિમી દેશોની પરંપરાની જેમ મનાવવામાં આવે છે. આ દિવસે લોકો પરસ્પર શુભેચ્છા પાઠવે છે અને નવું વર્ષ ઉજવવા માટે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લે છે. બીજું છે ચંદ્ર નવું વર્ષ (સિઓલાલ), જે ચંદ્ર કેલેન્ડરના પ્રથમ મહિનાના પહેલા દિવસે આવે છે. આ પરંપરાગત તહેવાર સામાન્ય રીતે જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં હોય છે. ચંદ્ર નવું વર્ષ દક્ષિણ કોરિયામાં ખાસ મહત્વ ધરાવે છે, જ્યાં પરિવારના સભ્યો ભેગા થાય છે, પરંપરાગત વસ્ત્રો (હેનબોક) પહેરે છે અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. જે પરંપરાગત મૂલ્યોને જીવંત રાખે છે.
થાઈલેન્ડ
અહીં લોકો એકબીજાને ઠંડા પાણીથી નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. અહીં નવું વર્ષ 13 અથવા 14 એપ્રિલે ઉજવવામાં આવે છે. સ્થાનિક ભાષામાં આ દિવસને ‘સોંગક્રાન’ કહેવામાં આવે છે.
વિયેતનામ
શ્રીલંકા
બ્રિટન
ગ્રેગોરિયન કેલેન્ડર પ્રચલિત છે. પરંતુ પરંપરાગત રીતે પેમ્બ્રોકશાયર કાઉન્ટીમાં ગ્વાન વેલીના લોકો 13 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવે છે. જે જુલિયન કેલેન્ડરનો પ્રથમ દિવસ હોય છે.
યુરેશિયા
ઇથોપિયા
ઇથોપિયા પૂર્વ આફ્રિકામાં આવેલું દુનિયાના સૌથી જૂના દેશોમાંનું એક માનવામાં આવે છે. જ્યાં નવા વર્ષને ‘એન્કુટાશ’ કહેવામાં આવે છે. અહીંના લોકો 11મી સપ્ટેમ્બરે નવું વર્ષ ઉજવે છે. જ્યારે લીપ વર્ષમાં 12 સપ્ટેમ્બરના રોજ નવું વર્ષ ઉજવવામાં આવે છે. ઇથોપિયા પ્રાચીન ગીઝ કેલેન્ડરને અનુસરે છે, જે ગ્રેગોરિયન કેલેન્ડર કરતાં લગભગ 7-8 વર્ષ પાછળ છે.
પેન્સિલવેનિયા
અમેરિકાના પેન્સિલવેનિયામાં ‘ઓડુન્ડે’ નામનો તહેવાર ઉજવવામાં આવે છે, જેને આફ્રિકન ન્યૂ યર તરીકે પણ ઓળખવામાં આવે છે. એ જૂનના બીજા સપ્તાહમાં આવે છે. જે અમેરિકામાં આફ્રિકન સમુદાય દ્વારા ઉજવવામાં આવતા સૌથી મોટા તહેવારોમાંનો એક છે.
નેપાળ
અમદાવાદીઓ નવા વર્ષને આવકારવા તૈયાર!
31મી ડિસેમ્બરે અમદાવાદમાં સીજી રોડ, એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર લોકો નવા વર્ષને આવકારવા મોટી સંખ્યામાં ભેગા થાય છે. 2024ની વિદાય અને 2025ને વેલકમ. કરવા અમદાવાદીઓ તૈયારી કરી રહ્યા છે. અમદાવાદના સીજી રોડ અને એસજી હાઈવે, સિંધુ ભવન રોડ રોશનીથી ઝળહળી ઉઠે છે, અને રાત્રે 12 વાગે નવા વર્ષના વેલકમની ઉજવણી કરવામાં આવે છે. સીજી રોડ સાંજે 6 વાગ્યાથી જ વાહનોની અવર જવર માટે બંધ કરી દેવામાં આવે છે. જ્યારે એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર લોકોની ભીડ ઉમટી પડે છે. જેને પગલે રાતે 8 વાગ્યાથી રસ્તા બંધ થઈ જાય છે. આમ તો અમદાવાદની અનેક કલબ અને કેફેમાં પણ નવા વર્ષને વધાવવા યુવાનો ડીજેના તાલે ઝૂમે છે. પરંતુ વર્ષોથી અમદાવાદના સી.જી રોડ પર પરિવાર સાથે લોકો જૂના વર્ષને અલવિદા કહેવા અને નવા વર્ષને વેલકેમ કહેવા ભેગા થાય છે. માથે રંગબેરંગી ટોપીઓ, હાથમાં ફુગ્ગાની સાથે પરિવાર ખાણીપીણીની પણ મજા માણે છે. |
હેતલ રાવ