મુંબઈઃ ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ નિર્માતા, લેખક, દિગ્દર્શક અને અભિનેતા અરવિંદ જોશીનું આજે વહેલી સવારે અહીં અવસાન થયું છે. એ 84 વર્ષના હતા. એમના અભિનેતા પુત્ર શર્મન જોશીએ કહ્યું કે, એમના પિતાને વૃદ્ધાવસ્થાને લગતી તકલીફોને કારણે વિલે પારલે (વેસ્ટ) ઉપનગરની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં આજે વહેલી સવારે ઊંઘમાં જ એમણે અંતિમ શ્વાસ લીધો હતો.
અરવિંદ જોશીના આજે બપોરે વિલે પારલે (વેસ્ટ) સ્થિત પવનહંસ સ્મશાનભૂમિ ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.