ભરેલાં ભીંડા

સામગ્રીઃ  500 ગ્રામ ભીંડા, 2 ટે.સ્પૂન ધાણાં પાવડર, 1 ટી.સ્પૂન જીરૂં પાવડર, 2 ટે.સ્પૂન મરચાં પાવડર, 1 ટી.સ્પૂન હળદર, 1 ટી.સ્પૂન આમચૂર પાવડર, ચપટી હીંગ, મીઠું સ્વાદાનુસાર, 3 ટે.સ્પૂન ભીંડા સાંતળવા તેલ, ½ કપ ઝીણી સમારેલી કોથમીર

રીતઃ ભીંડા ચોખ્ખાં ધોઈને કાપડ પર સૂકવીને કોરા કરી લો. બધાં ભીંડાના ડીંટા કાઢીને, દરેકમાં ઉભો કાપો કરી લો.

બાકીની બધી સામગ્રી મિક્સ કરી લો. અને ભીંડાના કાપામાં ભરી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ થાય એટલે બધા ભરેલાં ભીંડા ગોઠવી દો. ગેસના ધીમા તાપે ભીંડા થવા દો. કઢાઈ ઢાંકવાની જરૂર નથી. વચ્ચે વચ્ચે ભીંડાને ચમચા વડે હલકાં હાથે ફેરવતાં રહો. ભીંડા ચઢી જાય એટલે ગેસ પરથી ઉતારી લો.