સામગ્રીઃ કન્ડેન્સ્ડ દૂધ 1 કેન/ટીન, 250 ગ્રામ તાજું પનીર, 1 ચમચી એલચી પાવડર, 1 ટે.સ્પૂન સાકર (ઈચ્છો તો), 8-10 પિસ્તા, 8-10 કાજૂ તેમજ બદામ
રીતઃ એક થાળી જે કાંઠાવાળી તેમજ ઊંડી હોય, તેને ઘી ચોપડીને બાજુએ મૂકી રાખો. પનીરને ઝીણું ખમણી લો.
પનીરને ખમણીને કન્ડેન્સ્ડ દૂધમાં મેળવી લો. તમને સ્વાદ મુજબ જરૂર લાગે તો 1 ચમચી સાકર ઉમેરી શકો છો. હવે એક જાળા તળિયાવાળી કઢાઈમાં આ મિશ્રણ ઉમેરીને ધીમા તાપે ગેસ ઉપર ગરમ કરવા મૂકો. અને થોડી થોડી વારે ઝારો લઈ હલાવતાં રહો. મિશ્રણ ઘટ્ટ થવા માંડે (બહુ વધારે ઘટ્ટ ના કરવું, પણ થોડું ઢીલું રાખવું.) કઢાઈ નીચે ઉતારી લઈ મિશ્રણમાં એલચી પાવડર ઉમેરી મિક્સ કરીને ઘી ચોપડેલી થાળીમાં એકસરખું પાથરી દો. તેના ઉપર ડ્રાઈ ફ્રુટની કાતરી પાથરીને એક ચમચાથી હલકા હાથે દબાવી દો. હવે મિશ્રણને રેફ્રિજરેટરમાં જમાવવા થોડાં કલાક માટે મૂકી દો. પીરસતી વખતે એના ચોસલા કરો અથવા એક બાઉલમાં હલવાની જેમ પીરસો.