રાજગરાના વડા

શિવરાત્રિ નિમિત્તે ઝટપટ-ફટાફટ બનાવી લો, રાજગરાના લોટના વડા!

સામગ્રીઃ રાજગરા નો લોટ ૧ કપ, 4 નંગ પાકાં કેળા (કેળા ન લેવા હોય તો, બાફેલાં બટેટા પણ લઈ શકો છો), આદુ-મરચા ની પેસ્ટ, તલ 1 ટી.સ્પૂન, ધોઈને ઝીણી સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન, લીંબુ નો રસ 1 ટે.સ્પૂન, સિંધવ મીઠું (ઉપવાસનું મીઠું) સ્વાદ મુજબ, દહીં (વડા સાથે પીરસવા માટે), ભાવનગરી મરચાં તળવા માટે

રીતઃ પાકાં કેળાને છૂંદી લો. એમાં દહીં તેમજ ભાવનગરી મરચાં સિવાયની બધી સામગ્રી મિક્સ કરી લો અને કઠણ લોટ બાંધી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. ભાવનગરી મરચાંમાં ઉભી ચીરી કરી લો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મિડિયમ કરીને મરચાં તળી લો. મરચાં એક ડીશમાં કાઢી લઈ ઉપર થોડું સિંધવ મીઠું ભભરાવી દો.

હવે વડાના લોટમાંથી એક-એક લુવો લઈ હાથમાં થેપીને તેલમાં તળી લો. ગેસની આંચ મધ્યમ રાખવી. વડાને લાલાશ પડતાં તળવા.

બધાં વડા તળી લો એટલે એક ડીશમાં તળેલાં મરચાં તેમજ બાઉલમાં દહીં સાથે  આ વડા પીરસવા.