નેશવિલઃ અમેરિકાના ટેનેસી રાજ્યમાં આવેલા નેશવિલ શહેરમાં બર્ટન હિલ્સ વિસ્તારની એક ખાનગી ક્રિશ્ચન પ્રાથમિક શાળા – કોવીનન્ટ સ્કૂલમાં રવિવારે સવારે ભયાનક ગોળીબારની ઘટના બની છે. એને કારણે આખા દેશમાં ખળભળાટ મચી ગયો છે. એક મહિલા હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરતાં ત્રણ વિદ્યાર્થી અને ત્રણ સ્ટાફ સભ્યો, એમ 6 જણ માર્યા ગયા છે.
હુમલાની જાણકારી મળતાં પોલીસો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસોને પ્રવેશતા જોઈને મહિલા હુમલાખોરે એમની પર ગોળીબાર કર્યો હતો. પોલીસે એનો વળતો જવાબ આપીને મહિલાને ઠાર મારી હતી.
મૃતકોનાં નામ છેઃ એવલીન ડાઈકોસ, હેલી શ્રગ્સ, વિલિયમ કેની (આ ત્રણેય વિદ્યાર્થી હતાં અને 9 વર્ષનાં હતાં), સિન્થિયા પીક (61), કેથરીન કૂન્સ (60) અને માઈક હિલ (61) – આ ત્રણ જણ સ્કૂલનાં સ્ટાફ સભ્યો હતાં.